THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
- આઇ ખેડૂત પોર્ટલ ૨ ડિસેમ્બરથી ૮ ડિસેમ્બર સુધી ખુલ્લુ રહેશે.
- બાગાયત ખેતીની તાલીમ અને પ્રવાસમાં ભાગ લેવા ઇચ્છતા ખેડૂતો અરજી કરી શકશે.
બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાનો લાભ લેવા માટે ર ડિસેમ્બર થી આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે. આ અરજી ૭ દિવસમાં કરવાની રહેશે.
દાહોદ જિલ્લાના બાગાયત ખાતાના નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવ્યા મુજબ ચાલુ વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનામાં કાચા મંડપ, અર્ધ પાકા મંડપ, પાકા મંડપ, હાઇબ્રીડ બિયારણ, છુટા ફૂલો, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, ઘટકોમાં સહાય અરજી ઓનલાઇન આઈ – ખેડૂત પોર્ટલમાં કરવા તા.૦૨/૧૨/૨૦૧૯ થી ૦૮/૧૨/૨૦૧૯ – ૭ દિવસ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. જે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરેલી હોય તે ખેડૂતોએ અરજીની પ્રિન્ટ મેળવી, સહી કરી જરૂરી સાધનિક પુરાવા સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી ૨૩૩, જીલ્લા સેવા સદન, દાહોદ ખાતે રજુ કરવાના રહેશે.
જે ખેડૂત મિત્રોને અગાઉ બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનામાં કચેરીથી મંજુરી મળેલી હોય તેવા તમામ ખેડૂત મિત્રોએ જરૂરી ખરીદી કરી જેના તમામ બીલોની દરખાસ્ત નાયબ બાગાયત નિયામકની કચેરી, દાહોદ રજુ કરવાના રહેશે. તેમજ દાહોદ જીલ્લાના ખેડૂતો જે બાગાયત ખેતીની તાલીમ અને પ્રવાસમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ વહેલી તકે અરજી કરવા નાયબ બાગાયત નિયામક એચ.બી.પારેખ દ્વારા દાહોદ જીલ્લાના ખેડૂતોને અમારા તંત્રી દ્વારા જણાવ્યું છે.