Thursday, January 23, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાદાહોદ જિલ્લાના ગરબાડામાં ભુગર્ભ ગટરનું ગંદુ પાણી રસ્તા ઉપર નીકળતા સ્થાનિક રહીશો...

દાહોદ જિલ્લાના ગરબાડામાં ભુગર્ભ ગટરનું ગંદુ પાણી રસ્તા ઉપર નીકળતા સ્થાનિક રહીશો પરેશાન

ગરબાડા નગરમાં ગંદા પાણીના નિકાલ માટે પાંચ-છ વર્ષ પહેલા સરકાર દ્વારા ભૂગર્ભ ગટર યોજના બનાવવામાં આવી હતી. આ યોજનાને જાણે કોઈ ગ્રહણ લાગ્યું હોય તેમ આટલો સમય થયો હોવા છતાં આ યોજના આજે પણ અધૂરી છે હજુ સુધી આ યોજના પૂર્ણ થઇ નથી. આ યોજના અધૂરી હોવા છતાં તંત્ર દ્વારા આ યોજના પૂર્ણ થઈ ગઈ છે તેમ કહી ગ્રામ પંચાયતને હાઉસ કનેક્શન આપવા માટે થોડા સમય પહેલા લેખિતમાં નોટિસ આપી હતી. અમુક વિસ્તારમાં ભૂગર્ભ ગટરના હાઉસ કનેક્શન આપવામાં આવ્યા હતા તે સ્ટેશન રોડથી આઝાદ ચોક વિસ્તારમાં હાઉસ કનેક્શન આપી દીધા હતા પણ થોડા જ સમયમાં આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના હાઉસ ચેમ્બરમાંથી ગંદુ પાણી ચેમ્બરની બહાર નીકળી રસ્તા ઉપર આવવા માંડ્યુ છે. છેલ્લા એક માસથી આઝાદ ચોકથી સ્ટેશન રોડ પર બનાવવામાં આવેલા ભૂગર્ભ ગટરના હાઉસ ચેમ્બરમાંથી ગંદુ પાણી નીકળી લોકોના આંગણામાંથી વહેવા લાગ્યું છે. તહેવારોના સમયે પણ આ ગંદુ પાણી લોકોનાં આંગણામાંથી અવિરત વહેવાનુ ચાલુ હતું. આ બાબતની જાણ બાંધકામ એજન્સીને પણ કરવામાં આવી હતી. એજન્સીના માણસો મેન્ટેનન્સ કરવા જોવા આવ્યા હતા. તેનો પણ એક મહિનો થવા આવ્યો તેમ છતાં કોઈ મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી. આ બાબતની જાણ સબંધિત તંત્રને કરવામાં આવી છતાં તંત્ર ઊંઘ ઘોર નિંદ્રામાં જ છે.

Version > > મહેશભાઈ પ્રજાપતી > > સ્થાનિક રહીશ >  > મારા ઘરના આંગણામાં દૂષિત પાણીનો ભરાવો ઘણા દિવસથી થયો છે. અતિશય દુર્ગંધના તેના લીધે રહેવું મુશ્કેલ થઈ ગયું છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments