રંગ પરીવાર ગરબાડા દ્વારા આજે તા.૦૫/૧૧/૨૦૧૯ ને મંગળવારના રોજ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડા ખાતે આવેલ રંગ કુટીર ઉપર શ્રીરંગની જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પૂજ્ય નારેશ્વરના નાથ શ્રી રંગ અવધૂત મહારાજની જન્મ જયંતિની ઉજવણી નિમિતે આજ રોજ વહેલી સવારે ૦૫:૩૦ કલાકે ગણપતિ મંદિરેથી રંગ અવધૂતની ધૂન સાથે ગરબાડા નગરમાં પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ સવારે ૧૦:૦૦ કલાકે રંગ કુટીર ઉપર પાદુકા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પાદુકા પૂજનનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દત્તધૂન, ભજન તથા રંગ અડતાલીશા, દત્તબાવનીના પાઠનું સમૂહમાં પઠન કરવામાં આવ્યું હતું તથા ત્યારબાદ બપોરે ૧૨:૩૦ કલાકે પૂજ્ય રંગ અવધૂત મહારાજ તથા દત્તાત્રેય ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ ઘાર્મિક કાર્યક્રમનો સૌ ભક્તોએ લ્હાવો લીધો હતો.
HomeGarbada - ગરબાડાદાહોદ જિલ્લાના ગરબાડામાં આવેલ રંગ કુટીર ઉપર રંગ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં...