THIS NEWS SPONSORED BY –– RAHUL HONDA
ભારતીય સંસ્કૃતિમાં બારેય માસમાં દર માસે આવતી પુર્ણિમા તેનું ધાર્મિક મહાત્મય ધરાવે છે. તેમાંય અષાઢ માસમાં આવતી પુર્ણિમા એ ગુરૂ પુર્ણિમા તરીકે ઓળખાય છે અને તેનું વિશેષ મહત્વ છે. ગુરૂ પુર્ણિમા એ ગુરૂ અને શિષ્યના પ્રેમનું પાવન પર્વ છે. ગુરૂ પુર્ણિમાના દિવસે સમસ્ત ભારતમાં શિષ્યો પોતાના ગુરૂનું પૂજન કરીને તેમનાં આશીર્વાદ મેળવે છે. ગુરૂ પુર્ણિમાના દિવસે ગુરૂના ઋણમાંથી મુક્ત થવા માટે તેમનું પૂજન, અર્ચન કરવું તે હિન્દુ પ્રણાલિકા છે.
ગુરૂ પુર્ણિમાની ઉજવણી નિમિતે ગરબાડા ખાતે આવેલ શ્રી રંગ કુટીર ઉપર શ્રી રંગ અવધૂત પરિવાર ગરબાડા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુ પુર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારે દત્ત ધૂન સાથે પ્રભાતફેરી ગરબાડા ગામમાં નીકાળવામાં આવી હતી અને ત્યાર બાદ સવારે નવ કલાકે શ્રી રંગ કુટીર ઉપર પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સવારે અગિયાર કલાકે દત્ત ધૂન, ભજન, દત્ત બાવની અને રંગ અડતલીસાના સમૂહમાં પાઠ તેમજ આરતી ત્યાર બાદ મહાપ્રસાદી (ભંડારા) નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ધાર્મિક કાર્યક્રમનો લ્હાવો લેવા મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. ગરબાડા તાલુકામાં અન્ય મંદિરોમાં પણ ગુરૂ પુર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.