મસુરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી કેન્દ્રીય પ્રશાસન એકેડેમીના ૯૪ માં ફાઉન્ડેશન કોર્સના ૪૨ સનદી અધિકારીઓ તેમની રૂરલ ફિલ્ડ વિઝીટ માટે દાહોદ જિલ્લાના ગામડાઓની મુલાકાતે આવેલા છે. તે પૈકી ૧૧ તાલીમી સનદી અધિકારીઓએ ગત રોજ ગરબાડા તાલુકાના પાટીયા ગામે આયોજિત સેવાસેતુ કાર્યક્રમની મુલાકાત લીધી હતી. સનદી અધિકારીઓનું સેવાસેતુ કાર્યક્રમમાં ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સેવાસેતુ કાર્યક્રમમાં વિધવા સહાયના ઓર્ડર તેમજ ગેસ કનેક્શનો તેમના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ સનદી અધિકારીઓએ સેવાસેતુના કાર્યક્રમ વિષે માહિતી મેળવી હતી. ત્યારબાદ ૦૬ સનદી અધિકારીઓએ ગાંગરડી ખાતે જે.કે.એમ તન્ના હાઇસ્કૂલની મુલાકાત લઈ નળવાઈ ગામે આવ્યા હતા અને નળવાઈ પ્રાથમિક શાળાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને નળવાઈ ગામમાં નળવાઈ પ્રાથમિક શાળા દ્વારા નીકાળવામાં આવેલ સ્વચ્છતા રેલીમાં ભાગ લીધો હતો અને નળવાઈ ગામે આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ ગ્રામજનોની પણ મુલાકાત લીધી હતી.
HomeGarbada - ગરબાડાદાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયા ગામે સેવાસેતુ કાર્યક્રમની મુલાકાત લેતા તાલીમી સનદી...