દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવાફળીયા શાળાની ૬૦ તેમજ મુહણીયા ફળીયા શાળાની ૨૫ મળી કુલ ૮૫ દિકરીઓને મુંબઈ ખાર ગારમેન્ટ એસોસિએશનના પ્રમુખ અને દાતા સવજીભાઈ બેરાની મદદથી બિલકુલ નવા કપડાં વિતરણ કરવામાં આવ્યા હતા. શાળાની બાળાઓને ઉતરાયણ (મકરસંક્રાંતિ) પર્વ ટાણે નવા કપડાં મળતા બાળાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. આ પ્રસંગે મામલતદાર કચેરી ગરબાડાના નાયબ મામલતદાર હાર્દિક જોષી તેમજ શાળાના શિક્ષણગણ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાની બાળાઓને કપડાંનું વિતરણ કર્યું હતું. ગરબાડા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર હાર્દિક જોષીના પ્રયાશથી ગરબાડા તાલુકામાં અવારનવાર આવા પ્રકારની સરાહનીય કામગીરી થતી હોવાનું જોવા મળી રહ્યું છે.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવાફળીયા શાળા તેમજ મુહણીયા ફળીયા પ્રા. શાળાની ૮૫ દિકરીઓને નવા કપડાં વિતરણ કરવામાં આવ્યા હતા
RELATED ARTICLES