દાહોદ જિલ્લાના જેસાવાડા ગામે સોમવારના રોજ આદિવાસીઓનો અનેરો ગોળ ગધેડાનો મેળો આદિવાસી રીત રીવાજોના અનેક રંગ હોળી પર્વ દરમિયાન યોજાયો જોવા મળે છે જે મેળો આદિવાસી પરંપરાને ઉજાગર કરતો આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત ગોળ ગધેડાનો મેળો તો કૈક આગ્વુજ મહત્વ ધરાવે છે.
દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે માટે જ હોળી પર્વ આવતાની સાથે જ દાહોદ જીલ્લાની રોનક બદલાઈ જતી હોય છે. દાહોદ જિલ્લો હોળીના રંગોમાં રંગાઈ જતો હોય છે, એટલે જ દાહોદ થી મજુરી અર્થે બહાર ગામ ગયેલા તમામ આદિવાસીઓ હોળીનો તહેવાર ધામધૂમ થી ઉજવવા માટે માદરે વતન પરત ફરે છે, ત્યારે હોળી પર્વે આદિવાસીઓની અનેરી અનેક પરંપરાઓના દર્શન લોકને કરવા મળે છે. જોકે હોળી પર્વ બાદ છઠના દિવસે દાહોદના જેસાવાડા ગામે અનેક માન્યતાઓ સાથે જોડાયેલો ગોળ ગધેડાનો મેળો ભરાય છે. જેમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ સહીત અન્ય લોકો મેળાનો આનંદ માણવા ઉમટી પડે છે.
આ મેળામાં આદિવાસી યુવતીઓ હાથમાં વાસ ની સોટી લઇને યુવકોને મારે છે અને ગામના મુખ્ય બજારની વચ્ચે સિમલાના ઝાડનાં થડ રોપવામાં આવે છે અને આ થડની ખાલ પહેલાથી ઉતારી લેવામાં આવે છે. અને આ થડની ટોપ પર ગોળની પોટલી બાંધી દેવામાં આવે છે. સિમલાના થડની ખાલ ઉતારી લેવાથી આ થડ લીસ્સું થઇ જાય છે. મેળો શરું થતા જ આ થડની ગોળ ગોળ ફરતા આદિવાસી યુવતીઓ હાથમાં વાસની સોટીઓ લઇને નાચે છે અને આદિવાસી લોક ગીતો ગાય છે અને મજાક મસ્તી કરતા કરતા અને સોટીઓ મારતા ગોળ ફરતી જાય છે જો કે આ વિધિમાં આશરે કલ્લાક જેટલો સમય થડ ઊપર યુવકો ચઢવામાં લાગે છે અને આ સફળતા મેળવવા યુવકોને પણ ભારે જહેમત ઉઠાવી અને સોટીઓનો માર ખાઈ ઝાડ ઉપર ચઢે છે. મહિલાઓ લીલીછમ સોટીઓ લઇ થડની ગોળ ગોળ ફરતી હતી. ત્યારે જ યુવકે થડ પર જઈ ગોળની પોટલી ઉતારી વિજય મેળવ્યો હતો. એવું કહેવાય છે કે જૂના જમાના માં આ થડ પર ચઢીને જે કોઈ યુવાન ગોળની પોટલી લઇ લે તેને પોતાની મનગમતી છોકરી સાથે લગ્ન કરવા મળતા હતા જોકે આજના યુગમાં હવે એ પ્રથા નથી રહી પરંતુ આજે પણ યુવાનો જેવા આ ગોળ લેવા માટે ઉપર ચડે કે તરત જ યુવતીઓ તેમના પર સોટીઓનો મારો શરુ કરી દે છે જેથી કેટલાય યુવકો નિષ્ફળ જાય છે.
પરંતુ આજે પણ આ ગોળ ગધેડાનો મેળો દાહોદ જીલ્લામાં નહિ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરેલ મેળો છે. જો કે આજે પણ એ જ જુના રીવાજો અને પરંપરાઓ થી આ મેળો ભરાય છે અને યુવતીઓ ગોળ લેવા ચઢતા યુવક ઉપર સોટીઓનો મારો પણ ચલાવે છે અને એક પોતાની ઓળખ ઊભી કરવા યુવક આ ગોળ લેવા માટે માર ખાઈને આજે પણ પોતાની વર્ષો જૂની ચાલતી પરંપરાને આવા મોર્ડન યુગમાં જ્યાં માત્ર ભૌતિક સુખોની વાત છે ત્યારે આ શૈલીને જીવંત રાખવા માટે આ મેળો દર વર્ષે જેસાવાડા ગામના મુખ્ય ચોકમાં ભરાય છે. અને આજુબાજુના ગામના બધા આદિવાસી ભાઈ બહેનો આમાં ભાગ લઈ રંગે ચંગે આ તહેવારને ઉજવે છે.