ફતેપુરા વકીલ મંડળ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તેમજ ઝાલોદ વકીલ મંડળ અને ઝાલોદના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તેમજ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વચ્ચેની ક્રિકેટ ટુર્નામેન્ટ ઝાલોદ તાલુકાના ગરાડુ ગામે યોજવામાં આવેલ હતી. બંને ટીમના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા સિક્કો ઉછાળવામાં આવતા ઝાલોદ ક્રિકેટ ટીમ પ્રથમ બેટિંગ કરતા 180 રન કરેલ હતા, જ્યારે ફતેપુરા ટીમે ૧૮૧ રન કરતા એક રન અને છ વિકેટે વિજય થવા પામ્યો હતો. બન્ને ટીમો વચ્ચે 20-20 ઓવરની ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. ઝાલોદથી મંડળન વકીલ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.આર.સોલંકી જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ એમ.વી.પંડ્યા તેમજ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જી.ડી.શર્મા ની ટીમે 180 રન કર્યા હતા, જ્યારે ફતેપુરા વકીલ મંડળના વકીલ તેમજ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એ. દવેની ટીમે ૧૮૧ રન ફટકાર્યા હતા. જેથી ફતેપુરા વકીલ મંડળની ટીમનો છ વિકેટે ભવ્ય વિજય થયો હતો. બંને ટીમના ખેલાડીઓને હાજર રહેલ. ઝાલોદ તાલુકાના અને ફતેપુરા તાલુકાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે અભિનંદન પાઠવ્યા હતા. બંને તાલુકાના વકીલ મંડળ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાતા વકીલોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હતો.
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ઝાલોદ અને ફતેપુરા વકીલ મંડળ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વચ્ચે ક્રિકેટ...