THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વખતપુર ગામનો છે એક બનાવ જ્યાંના દિનેશભાઇ હાંડાએ સાડા ચાર વર્ષની ઉંમરે બરોડા રેલવે સ્ટેશન થી એક બાળકને દત્તક લઇ પોતાના ઘરે આવ્યો હતો અને તેને પુત્ર તરીકે રાખી મોટો કર્યો હતો. પરંતુ આ દત્તક પુત્રે પોતાનું પોત પ્રકાસયું અને કરી નાખ્યો મોટો ગુનો. તેને પોતાની દત્તક માતાની સાથે જ આડા સંબંધો બાંધ્યા હતા. બરોડા રેલવે સ્ટેશન ઉપર ભીખ મંગનારા કમલેશ નામના બાળકને દત્તક લાવી મોટી ભૂલ કરી હોય તેવું દિનેશ હાંડાને લાગ્યું હતું.
દિનેશ હાંડાએ પોતાની પત્ની સાથે આ કમલેશ ઉર્ફ કમા કે જે દત્તક પુત્ર છે તેને આ બાબતે કદાચ ભૂલ થઈ હશે તેમ સમજીને ટોક્યો પરંતુ કમા એ પોતાના દત્તક પિતાની વાતને ગણકારી નહીં અને પોતે પોતાની જ દત્તક માતા સાથે આડા સંબંધો રાખવાનું બંધ કર્યું નહીં. તેવામાં એક દિવસ લીમડીમાં દીનેશની પુત્રીએ આ બંનેને સાથે જોઈ લેતા પોતાના પિતાને વવાત કરી હતી.
આ વાત પોતાની પુત્રીના મોઢે સાંભળી દિનેશ વધુ ગુસ્સામાં આવી ગયો હતો અને તેની હત્યા કરવાનું નક્કી કરી નાખ્યું. અને ત્યાર બાદ દિનેશ એ પોતાના ભાણેજ અને જમાઈને બોલાવી અને હકીકતની જાણ કરી અને હત્યાનું કાવતરું રચ્યું.
આ ગુના માટે રાજેસ્થાનના બાંસવાડા જિલ્લાના ગાંગડ તળાઈના ઝેર માલિયા ફળિયામાં રહેતા પ્રદીપ હુરમલ ક્લારા અને દીનેશના જમાઇ પ્રકાશ અમાલિયાર સાથે ભેગા મળી આ દત્તક લીધેલ કમલેશ ઉર્ફ કમાને વખતપુરા ગામના સાજાના માળમાં લઇ જઇ અને તેને પીઠના ભાગે કુહાડીની મૂંદર મારી હત્યા કરી નાખી હતી. અને ત્યાર બાદ તેની લાશને સગેવગે કરવા માટે ત્યાંથી કાળીડેમ ઉપર લાવી લાશના હાથ પગ બાંધી તેની સાથે દોરડા વડે પથ્થર બાંધી અને ડેમમાં ફેંકી દીધી હતી. આમ દાહોદ SOG અને LCB પોલીસે પોલીસ મહાનિર્દેશક મનોજ શશીધાર ગોધરા અને દાહોદ એસ.પી. હિતેશ જોઇસરની સૂચના થી જુદી જુદી ટિમોની રચના કરી અને સર્વિલન્સ સિસ્ટમ, CDR અને ખબરીઓના ઇનપુટ અને ટેક્નિકલ માહિતીના અધારે આ ગુનો ડિટેકટ કરી બે આરોપીઓની અટક કરી જેલ ભેગા કર્યા હતા.