દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલ ઝૂંસા – ડુંગરા – ભીંત વિસ્તારમાં સરકારી જંગલો આવેલા છે. કેટલાક ગામડાઓમાં જંગલની નજીકમાં રહેણાંક મકાનો હોય છે ત્યારે ક્યારેક ગામડાઓમાં રહેતા લોકોને મોટુ નુકસાન થઈ જાય છે. આવો એક કિસ્સો બુધવારની રાત્રીએ બે વાગ્યાના અરશામાં બારીઆ ફળિયામાં આવેલ બારીઆ રંગીબેન તેરસિંગભાઈના મકાનના પાછળના ભાગમાં જંગલ ખાતાનું મોટુ બાવળનું ઝાડ પડતા રહેણાંક મકાનના પાછળના ભાગની દીવાલ તથા છાપરા ને મોટુ નુંકસાન થયેલ છે. રાત્રીના સમયે ધડાકાભેર જંગલ ખાતાનું ઝાડ પડતા ઘરના બે સભ્ય જાગી ગયા હતા. જેમાં રાજુભાઈ બારીઆ તથા રંગીબેન જે જગ્યાએ સુતા હતા તે તરફ જો આ બાવળનું ઝાડ પડતું તો તેમને પણ ભારે ઇજા થતી પરંતુ કુદરતી રીતે તેમનો બચાવ થયો છે. નજીકમાં હજુ વર્ષો જુના ટીમરૂ અને બાવળના મોટા ઝાડ પડું પડું થઈ રહ્યા છે. આ બાબતની રજુઆત સંજેલી રેન્જ ફોરેસ્ટ અધિકારીને પણ કરવામાં આવી છે તથા નજીકના જોખમી ઝાડો વહેલી તકે જંગલ ખાતાના અધિકારીઓ દૂર કરે તેવી જંગલમાં રહેનાર પ્રજાની લોકમાંગ છે. પ્રસ્તુત તસ્વીરમાં ઝૂંસા ગામે મકાનની પાછળની દીવાલ પર તૂટી ગયેલ બાવળનું ઝાડ નજરે પડે છે.
દાહોદ જિલ્લાના ઝૂંસા – ડુંગર – ભીત વિસ્તારના સરકારી જંગલોમાં ઉગેલ ગાંડા બાવળના ઝાડ તૂટી પડતા એક ઘરને નુકશાન
RELATED ARTICLES