Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાનાં પિપલોદ નજીક આવેલ અસાયડી ગામના ખેતરમાંથી રૂપિયા...

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાનાં પિપલોદ નજીક આવેલ અસાયડી ગામના ખેતરમાંથી રૂપિયા ૧,૨૭,૨૦૦/- નો વિદેશી દારૂનો જથ્થો પકડવામાં દાહોદ LCB પોલીસને સફળતા

EDITORIAL DESK – DAHOD

ગત રોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાનાં અસાયડી ગામમાં રહેતો સુરેશભાઇ ઉર્ફે બલીયો રતનસીંગ પટેલ વિદેશી દારૂનો જથ્થો પોતાના ઘરમાં તેમજ આજુબાજુ સંતાડી રાખી છુપી રીતે વેચાણ કરે છે જે મળેલ બાતમીના આધારે રવિન્દ્રકુમાર સુખદેવભાઈ આ.પો.કો.બ.નં.૨૮૮ LCB શાખા, સંજયભાઈ મોતીભાઈ બ.નં.૧૦૩૯ તથા આ.હે.કો.શ્યામસુંદર નટવરસિંહ બ.નં.૧૦૬૨ તથા અ.હે.કો.સિરાજ અબ્દુલ્લા બ.નં.૯૬૪ તથા આ.પો,કો.રાજેશભાઈ મનાભાઈ બ.નં.૩૪૫ તથા દેવગઢ બારીયા પો.સ્ટે.ના PSI આર.એસ.ડામોર તથા પિપલોદ આ.પો.ના ASI પર્વતસિંહ અમરસિંહ બ.નં.૭૫૩ સાથે નાઈટ કોમ્બિંગ દરમિયાન નાસતા ફરતા આરોપીઓની વોચમાં હતા તે દરમિયાન પિપલોદ હાઇવે ઉપર આવતા મળેલ બાતમીના આધારે અસાયડી ખાતે આરોપી સુરેશભાઈ ઉર્ફે બલીયો રતનસીંગ પટેલ વિદેશી દારૂનો જથ્થો પોતાના ઘરમાં તેમજ આજુબાજુ સંતાડી રાખી છુપી રીતે વેચાણ કરે છે. જે આધારે બે રાહદારી પંચોના માણસોને બોલાવી સાથે રાખી બાતમીવાળી જગ્યાની ખત્રિ કરી તે જગ્યાએ રેડ કરતાં એક ઈસમ ઘર પાસે બહાર ઉભેળ જે પોલીસને જોઈને નાસવા લાગેલ જેને પકડવામાં દોડતા તે પકડાયેલ નહીં જેને સાથેના માણસોએ ઓળખી અને કહેલ કે તે સુરેશભાઇ ઉર્ફે બલીયો રતનસીંગ પટેલ રહે.અસાયડી. તા.દેવગઢ બારીયા જી.દાહોદનો હતો.તેના ઘરમાં તેમજ આજુ-બાજુ. પંચો સાથે પ્રોહી જથ્થા બાબતે તપસ કરતાં તેના ઘરની બહાર દીવાલને અડીને ઘાસમાં સંતાડી રાખેલ વિદેશી દારૂની પેટીઓ જણાઈ આવેલ જે પેટીઓમાં જોતાં નીચે મુજબના પ્રોહી મુદ્દામાલ મળી આવેલ હતો.

૦૧.      રિટ્ઝ ગોલ્ડ રિઝર્વ વ્હીસ્કીની પેટી નંગ–૪ જે એક પેટીમાં બોટલ નંગ–૪૮ લેખે કુલ બોટલો નંગ–૧૯૨ જે તમામ બોટલો ઉપર સોમ ડીસ્ટલ બ્લેન્ડેડ અને બોટલ બાય ગ્રેટ ગેલન વેન્ચર્સ લીમીટેડ સેજવાયા ડિસ્ટ્રિક્ટ ધાર(એમ.પી.) ૧૮૦ મી.લી. બેચ નં.૦૦૫ મે-૨૦૧૭ વગેરે એક સરખા લેબલવાળી કંપની શીલ બોટલો જે એક બોટલની કિં.રૂ.૧૦૦ લેખે ૧૯૨x૧૦૦=૧૯,૨૦૦/- મળી આવેલ.

૦૨.      બ્લેક ફોર્ડ બીયરની પેટી નંગ-૧૦ જે એક પેટીમાં બોટલ નંગ-૧૨ લેખે કુલ બોટલ નંગ-૧૨૦ જે તમામ બોટલો ઉપર સોમ ડીસ્ટલરીઝ એન્ડ બ્રીવરીઝ લીમી. રોજરાચોક, રાયસન (એમ.પી.) ૬૫૦મી.લી. બેચનં.૦૩/૫૯ તા.૨૮/૧૦/૧૭ એક સરખા લેબલવાળી કંપની શીલ બોટલો જે એક બોટલની કિં.રૂ.૧૦૦ લેખે ૧૨૦x૧૦૦=૧૨,૦૦૦/-મળી આવેલ.

૦૩.      રોયલ બ્લ્યુ રિવર વ્હીસ્કીની પેટી નંગ-૪૦ જે એક પેટીમાં બોટલ નંગ-૪૮ લેખે કુલ બોટલ નંગ-૧૯૨૦ જે તમામ બોટલો ઉપર સિલ્વર ઓફ ઈન્ડિયા લીમી.૧૧૦ સેક્ટર પીઠમપુર ડિસ્ટ્રિક્ટ ધાર (એમ.પી.) ૧૮૦મી.લી. જેનો બેચ નં.૦૨ તા.૨૪/૧૨/૧૬ના એક સરખા લેબલવાળી કંપનીશીલ બોટલો જે એક બોટલની કિં.રૂ.૫૦ લેખે ૧૯૨૦x૫૦=૯૬,૦૦૦/- મળી આવેલ

જે ઉપરોક્ત જણાવેલ વર્ણનવાળો પ્રોહી મુદ્દામાલ વિદેશી દારૂની પેટી નંગ-૫૪ જેમાં બોટલો નંગ-૨૨૩૨ કિં.રૂ.૧,૨૭,૨૦૦/- નો ગેરકાયદેસરનો અનાધિકૃત જથ્થો મળી આવેલ જે અંગેનું વિગતવાર પંચનામું ૦૪:૩૦કલાક થી ૦૫:૩૦કલાક સુધીનું બેટરીઓના તથા ગાડીઓના લાઇટના અજવાળામાં કરવામાં આવેલ હતું. જેથી ઉપરોક્ત જણાવેલ આરોપી સુરેશભાઇ ઉર્ફે બલીયો રતનસીંગ જાતે.પટેલ રહે.અસાયડી તા.દેવગઢ બારીયા જી.દાહોદનાએ પ્રોહી પ્રતિબંધિત એરિયા પોતાના રહેણાંક મકાનની દીવાલને અડીને અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ બીયરની પેટી નંગ-૫૪ જેમાં બોટલ નંગ-૨૨૩૨ જેની કિં.રૂ.૧,૨૭,૨૦૦/- નો મુદ્દામાલ વેચાણ અર્થે સંતાડી રાખી પોલીસની રેડ દરમ્યાન નાસી જવા બદલ તણા વિરુદ્ધ ધી પ્રોહી એક્ટ કલામ ૬૫ઈ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments