THIS NEWS IS SPONSORED BY : RAHUL MOTORSસમગ્ર ગુજરાતમાં આજે જયારે ધોરણ – 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર થયા છે ત્યારે દાહોદ જિલ્લાનું પરિણામ આવતા લોકો અને વાલીઓમાં ખાસી નિરાશા જોવા મળી હતી. દાહોદ જિલ્લાનું કુલ પરિણામ 42.22% આવ્યું છે. જયારે દાહોદ સેન્ટર નું પરિણામ 44.95% છે. જેમાં પ્રથમ આવનારના 88% બીજા સ્થાને આવનાર ના 87% અને ત્રીજાના 85.76%છે
દાહોદ શહેરની શાળાઓમાં લિટલ ફ્લાવર્સ શાળા 77% ટકા રિઝલ્ટ સાથે પ્રથમ છે જયારે બીજા સ્થાને દાહોદની જ સેંટ સ્ટિફન્સ હાઈસ્કૂલ 72.5% સાથે છે પરંતુ આ બને અંગ્રેજી માધ્યમોની હરિફાઈ ગણીયે તો સેંટ સ્ટીફન્સ હાઈસ્કૂલના પહેલા બે વિદ્યાર્થીયો નો A2 ગ્રેડ છે અને લિટલ ફ્લાવર્સ શાળાનો માત્ર એક જ વિદ્યાર્થી A2 ગ્રેડમાં છે. જે સૂચવે છે કે વિદ્યાર્થીઓએ તો મહેનત કરી જ છે પણ સાથે સાથે શાળાઓ અને શિક્ષકોએ પણ વધુ મહેનત કરવાની જરૂર છે.
દાહોદ જિલ્લામાં ગુજરાતી માધ્યમમાં આર.એન્ડ એલ. પંડ્યા હાઈસ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓના A2 ગ્રેડ છે પરંતુ આ સ્કૂલનું રિઝલ્ટ માત્ર 56% ટકા છે આમ જોવા જઇયે તો દાહોદ જિલ્લામાં શાળાઓનું પોતાનું ઓછામાં ઓછું 20% જેટલું પરિણામ નીચું આવ્યું છે. અને A1 ગ્રેડ એક પણ વિદ્યાર્થીનો નથી આવ્યો એટલે કે 90% અને તેનાથી ઉપર સમગ્ર ગુજરાતમાં માત્ર 136 વિદ્યાર્થીઓ A1 ગ્રેડવાળા છે. જેનું કારણ એક ખાનગી શાળાના આચાર્ય આ વર્ષથી અમલમાં આવેલી વાર્ષિક પદ્ધતિ છે તેવું જણાવે છે. પરંતુ દાહોદ જિલ્લમાં ચિત્ર કાંઈક જુદું જ છે. લોકોમાં અને વાલીઓમાં ચર્ચાઓ છે કે ખરેખર કડક હાથે પરીક્ષાઓ યોજાઈ તેના લીધે આ નક્કર પરિણામો આવ્યા છે અને આવી જ રીતે સરકારે દર વર્ષે પરીક્ષાઓ લેવી જોઈએ.જેથી કોઈ ખોટા લાભ ઉઠાવીના શકે અને સાચી ટેલેન્ટ બહાર આવે અને સારા એન્જીનીયરો અને ડોક્ટરો બહાર પડે.