THIS NEWS SPONSORED BY : RAHUL MOTORS
દાહોદ જિલ્લાના નાયબ માહિતી નિયામક નલીન એસ. બામણીયા આજ રોજ તા.૩૧/૦૫/૨૦૧૯ ને શુક્રવાર ના રોજ વયનિવૃત્ત થયા હતા. તેઓએ વર્ષ – ૧૯૮૯ થી તેમની કારકિર્દીની શરૂઆત માહિતી મદદનીશ તરીકે કરી હતી. તેઓએ સતત નિષ્ઠા અને ખંત પૂર્વક પોતાને સોંપવામાં આવેલ ફરજો નિભાવી હતી.
સંયુકત માહિતી નિયામક મહેશચંદ્ર કટારાએ શાલ ઓઢાડી વિદાયપત્ર આપી સન્માન કર્યુ હતુ. વિદાય કાર્યક્રમમાં વડોદરાના નાયબ માહિતી નિયામક સંજય શાહ, કચેરી અધિક્ષક સુખડીયા, પૂર્વ નાયબ માહિતી નિયામક બચુભાઇ બારીયા, જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ મહેન્દ્ર પરમાર, ટેકનીકલ આસીસ્ટન્ટ રોહિત જોષીયારા, ફોટોગ્રાફર જુજર તથા પત્રકાર મિત્રો અને માહિતી ખાતાના તમામ કર્મચારીઓએ તેમને ભવિષ્યની શુભકામનાઓ સાથે ભાવપૂર્ણ વિદાય આપી હતી.