દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા પોલીસ અને રથયાત્રાના તહેવાર નિમિત્તે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ અને ઝાલોદ ડિવિઝનના ના.પો. અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ ફતેપુરા પોલીસ સ્ટાફ દ્વારા પ્રોહી ડ્રાઈવ દરમિયાન ઘુઘસ ગામેથી પંકજ વાલસિગ પારગીને ત્યાંથી એના ખેતરમાં કરેલ છાપરામાંથી ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો એમાં અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કી બિયર મળી આવી હતી તેમાં કુલ ટોટલ બોટલો ૪૬૫ અને તેની કિંમત ૨૬,૯૦૦/- અંકે રૂપિયા છબ્બીસ હજાર નવસો મળી આવતા તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહી કોલેટી કેસ કરવામાં આવ્યો હતો અને આરોપી રેડ દરમિયાન ભાગી જવામાં સફળ રહ્યો હતો.