દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક જાગૃતિ કન્યા વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં શાળાના કુલ ૪૬ વિદ્યાર્થીનીઓએ શિક્ષકોનો ભાગ ભજવ્યો હતો, અને બે વિદ્યાર્થિનીઓએ ક્લાર્કનો ભાગ ભજવ્યો હતો. તેમજ ચાર વિદ્યાર્થીનીઓએ પટાવાળાનો ભાગ ભજવ્યો હતો આ સર્વે વિદ્યાર્થિનીઓએ સ્કૂલના નિયમો પ્રમાણે દરેક વર્ગમાં પિરિયડ પ્રમાણે ક્લાસ લઈ પૂરી શિક્ષકની ભૂમિકાઓ નિભાવી હતી. રિસેસ દરમિયાન નાસ્તાનું આયોજન પણ રાખવામાં આવેલ હતું. આ સર્વે આયોજન આર.પી. પટેલ અને સ્કૂલના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બાબતે વિદ્યાર્થીનીઓમા ખુશી અને હરખ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
દાહોદ જિલ્લાના ફતેપુરાની જાગૃતિ કન્યા વિદ્યાલયમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી
RELATED ARTICLES