દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ. પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા વકીલ મંડળ દ્વારા ગત તા.૨૧/૧૨/૨૦૧૯ ને શનિવારના રોજ બાર એસોસિયેશનની ચૂંટણી યોજવામાં આવી હતી. કહેવાય છે કે ૯ વર્ષના ઈતિહાસ માં પહેલીવાર વકીલ મંડળની ચૂંટણી યોજાઈ છે. તેમાં પણ ભારે રસાકસી થઈ હતી અને ચૂંટણી મતદાન દ્વારા કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં કુલ ૨૧ મત હતા. જેમાં શરદભાઈ ઉપાધ્યાયને ૧૦ મત, પંકજભાઈ છોટાલાલ પંચાલને ૦૭ મત, પ્યારેલાલ મોતીલાલ કલાલ ને ૦૪ મત મળ્યા હતા. તેમાં શરદભાઈ ઉપાધ્યાયને પ્રમુખ બનાવાયા હતા, ઉપ-પ્રમુખ તરીકે પ્યારેલાલ મોતીલાલ કલાલ, સેક્રેટરી તરીકે અબદુલભાઇ ભાગળ, જોઇન્ટ સેક્રેટરી તરીકે રોહિત અમલીયાર, વેેલફેર મંત્રી લલીતાબેન નિનામા અને લાઇબ્રેરીયન તરીકેેે અને રાયસીંગભાઈ કટારાને લાઇબ્રેરિયન તરીકે મંડળની રચના કરવામાં આવી હતી. સર્વે વકીલ મંડળ દ્વારા શાંતિપૂર્વક આ ચૂંટની યોજવામાં આવી હતી.
દાહોદ જિલ્લાના ફતેપુરાના વકીલ મંડળની ચૂંટણી યોજાઈ
RELATED ARTICLES