દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કમલ વિદ્યાલય ભોજેલા માં બી.એડ ની તાલીમાર્થી બહેનો દ્વારા વિવિધ કાર્યક્રમો કર્યા. વધુમાં ફતેપુરા તાલુકાના કમલ વિદ્યાલય ભોજેલા ખાતે બી.એડ્. ની તાલીમાર્થી બહેનો દ્વારા શિક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ અવનવા પ્રોગ્રામો કરવામાં આવ્યા હતા. જેમાં શિક્ષકની રીતે જ ક્લાસમાં પીરીયડ લીધા હતા અને શૈક્ષણિક કાર્ય કર્યું હતું અને વિવિધ પ્રોજેક્ટો કરી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં બી. એડ.ના આ વિદ્યાર્થીનીઓ દ્વારા મહેંદી હરિફાઈ, લીંબુ ચમચી અને સંગીત ખુરશીની રમતો રમાડી હતી. આ બધી એક્ટિવિટીથી વિદ્યાર્થીનીઓનીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. બી.એડ. કોલેજની તાલીમાર્થી બહેનોએ આ કાર્યક્રમમાં મહેનત કરી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરાના ભોજેલા ગામની કમલ વિદ્યાલયમાં બી.એડ. ની તાલીમાર્થી બહેનો દ્વારા...