દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં આવેલ કોમલ વિદ્યાલયમાં બાળકો દ્વારા બાળ આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામા આવ્યું હતું.
ફતેપુરાની કોમલ વિદ્યાલયમાં બાળ આનંદ મેળાના આયોજન માં વાલીઓ અને ગ્રામજનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ બાળ આનંદ મેળામાં બાળકો દ્વારા જ દરેક આઈટમો બનાવવામાં આવી હતી. અને આબેહૂબ પ્રોજેક્ટનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ અવનવી આઈટમો બનાવી હતી અને પ્રોગ્રામમાં રોનક આવી ગઇ હતી. બાળકોએ આઈટમોમાં બટાકા પૌવા, મન્ચુરિયન, ભજીયા, ગોટા, સિંગકેક પકોડી, ખીચું જેવા સ્ટોલ લગાવ્યા હતા અને ફુગ્ગા ફોડ, રીંગ ફેક જેવી રમતના પણ સ્ટોલ રાખવામાં આવ્યા હતા. પ્રદર્શન નિહાળી વાલીબંધુઓએ બાળકો, શિક્ષકો અને સ્કૂલના વખાણ તેમની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ બાલા આંનદ મેળામાં બાળકો, વાલીઓ અને શિક્ષકોએ આનંદ માણી સફળ બનાવ્યો હતો જેથી બાળકોમાં પણ પ્રસંશા અને ખુશી છવાઈ હતી.
દાહોદ જિલ્લાના ફતેપુરાની કોમલ વિદ્યાલયમાં બાળ આનંદ મેળાનું કરવામાં આવ્યું ભવ્ય આયોજન
RELATED ARTICLES