દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સકવાડા ગામના એક રહેવાસીએ ગામમાં કેટલો વિકાસ થયો છે અને તે પાછળ કેટલો ખર્ચ થયો તે બાબતે R.T.I. (Right To Information) કરતા સરપંચના માણસો દ્વારા તે R.T.I. કેમ માંગી તેમ કહી હુમલો કરી ઢોર માર માર્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરાના સકવાડા ગામમાં સરપંચના માણસો દ્વારા નાગજી જેતાભાઈ ડામોર રહે.સકવાડાનાઓએ પ્રચાર બાબતની જાણ થતાં ગામના વિકાસ બાબતે માહિતી માંગેલી. જેથી સરપંચના બે પુત્રો અને તેના સાગરીતો દ્વારા તે R.T.I. ની તપાસ કેમ માંગી તેવું કહી લાકડીઓ અને પ્લાસ્ટિકની પાઇપથી માથા, હાથ અને પગના ભાગે મારી અધમુવો કરી બેભાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. ત્યારબાદ મને હોશ આવતા મને મારા ઘરના લોકો ફતેપુરા સરકારી દવાખાને લઈને આવેલ અને ત્યાર બાદ અમોએ સરપંચ અને તેના બે પુત્રો તથા તેના બીજા સાગરીતો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવેલ. જેની પોલીસ ફરિયાદને આધારે આગળની કાર્યવાહી કરેલ છે.