દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના પોલીસ સ્ટેશન રોડ ઉપર રહેતા અરવિંદકુમાર પન્નાલાલની પુત્રી 19 વર્ષ 10 માસની જે ગત રોજ ગુમ થઈ ગયેલ છે. છોકરી ફતેપુરા કોલેજમાં અભ્યાસ કરે છે, અને તેના લગ્ન કરેલ નથી. છોકરીએ પંજાબી ડ્રેસ પહેરેલો હતો. તે ગુજરાતી ભાષા બોલે છે, તેની ઊંચાઈ આશરે સાડા પાંચ ફૂટ જેટલી છે અને રંગે શ્યામ વર્ણની છે. આંખો કાળી અને નાક – કાન મધ્યમ છે. પાતળા બાંધાની છે
પ્રાપ્ત માહિતી અનુસાર અમારો પુત્ર ધર્મેશ સંજેલી મરણ પ્રસંગમાં ગયેલ હતો અને છોકરી સવારના 10:30 વાગ્યે કોલેજ થી ઘરે આવી હતી અને હું અને મારી પત્ની નળ આવતા પાણી ભરતા હતા ત્યારબાદ અમારું કામ પૂરું થતાં અમો અડધા કલાક પછી ઘરમાં અંદર જતા છોકરી જોવા મળી ન હતી. જેની આજુ બાજુ તપાસ કરતાં પણ મળી ન આવતા, સગા સંબંધીઓમાં પૂછપરછ કરતાં જાણકારી મળેલ ન હતી. આમ કીધા વગર છોકરી જતી રહેલ અને હજુ સુધી ન આવતા સમાજના આગેવાનો દ્વારા સલાહ મસલત કરી પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા માટે અમો ગયા. જે બાબતે બાબતે પોલીસે ફરિયાદ નોંધી આગળ કાર્યવાહી કરેલ છે.