દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બે દિવસથી નેટ બંધ હોવાના કારણે બેંકનો બધો વ્યવહાર ખોરવાઈ જવાને કારણે ગામડાઓમાંથી આવતા ખેડૂત વર્ગના ભાઈઓ તેમજ બહેનોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બે દિવસથી તેઓ આ બેંકના આંટા ફેરા મારે છે, અને બેંક મેનેજરને પૂછતા તેઓનું કહેવું છે કે આજે નેટ ચાલુ થઇ જશે. પરંતુ આવી કાળઝાળ ગરમીમાં તેઓનો આવો ઉડાઉ જવાબ કેટલો વ્યાજબી ગણાય ? બેંક દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જેમ કે ટેન્ટ બાંધી બેસવાની, પાણીની કે પાર્કિંગની વ્યવસ્થા પણ નથી કરવામાં આવી રહી. જેથી કરી બેંકમાં આવનારા દરેકને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બેંક બહાર જે માણસો ઉભા રહેલ હોય છે તેમના પાસેથી મળેલ માહિતી મુજબ જાણવા મળેલ છે કે બેંકના સ્ટાફ દ્વારા પણ બેંકમાં આવનારા માણસો સાથે ગેરવર્તન કરવામાં આવે છે. એ ક્યાં સુધી વ્યાજબી ગણાય. શુ S.B.I. બેંક ને ફક્ત ડિપોઝીટ અને ફિક્સ ડિપોઝીટમાં જ રસ દાખવે છે. આવું ક્યાર સુધી ચાલશે. તંત્ર આ બાબતે કોઈ પગલાં ભરશે ખરું? આ પ્રશ્ન લોકમુખે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
દાહોદ જિલ્લાના ફતેપુરાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બે દિવસ થી નેટ બંધ હોવાથી ગામડાની ગરીબ પ્રજાને ખાવા પડી રહ્યા છે ધરમધક્કા: બેંક તંત્ર નિષ્ક્રીય
RELATED ARTICLES