દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના ભૂરી બા પાર્ટી પ્લોટના પાછલા ભાગમાં આજે તા.૧૬/૦૬/૨૦૨૦ ને મંગળવારના રોજ ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા. ગામના ઘરડા ઓની એવી માન્યતા છે કે ટીટોડી જો ચાર ઈંડા મૂકે તો મુશળધાર વરસાદ વરસી શકે છે અને મકાઈના ડોડા પણ ખાવા ન મળે એટલો વરસાદ વરસી શકે છે. આમ તો ઘરડાઓની માન્યતા હંમેેેશા સાચી ઠરતી હોય છે. પરંતુ હાલ આ કોરોનાના કાળમાં આગળ શું થાય છે તે જોવું રહ્યું.
દાહોદ જિલ્લાના ફતેપુરાના ભુરીબા પાર્ટી પ્લોટમાં ટીટોડીએ જમીન ઉપર ચાર ઈંડા મુકયાં
RELATED ARTICLES