- BOB બેંક મેનેજર તેમજ કર્મચારીઓ સંક્રમિતની માહિતી મળી હતી.
- બેંક કર્મચારીને કોરોના રિપોર્ટ પોઝિટિવ જણાતા વેપારીઓ અને નગરમા ફફડાટ નો માહોલ.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાની બેંક ઓફ બરોડાના મેનેજરની સાથે ચાર કર્મચારીઓનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા બેંકમાં આવતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાઈ ગયો. બેંકના મેનેજર સહિત ચારેય કર્મચારીને હોમ ક્વોરંટાઇન કરવામાં આવ્યા છે. અને B.O.B. બેંકનું કામકાજ બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. તો બીજી બાજુ બાકીના કર્મચારીઓના પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે.
દિવાળીના તહેવાર બાદ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોનાએ પાછું માથું ઊંચકયું છે, ત્યારે ફતેપુરા નગરમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. સરકારે ગાઈડ લાઈનમાં થોડો ઘણો ફેરફાર કર્યો ત્યાં તો લોકો બેપરવા થઇ અને પોતાની મસ્તીમાં ફરવા લાગ્યા હતા, ત્યારે આજે તા.૨૦/૧૧/૨૦૨૦ ને શુક્રવારના રોજ ફતેપુરા નગરની બેંક ઓફ બરોડામાં નોકરી કરતા મેનેજર સહિત અન્ય 4 કર્મચારીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બેંકમાં લેવડદેવડ કરતા કેટલાયે લોકો તેમની સંપર્કમાં આવ્યા હશે તે હવે જોવાનું રહ્યું. અને આ પાંચેય કર્મચારીઓ કોના કોના સંપર્કમાં આવ્યા હશે તેનું કોન્ટેકટ ટ્રેસિંગ ચાલુ કરી દેવામાં આવ્યું હતું.
બેંકમાં કેટલાય લોકો નાણાંની લેવડદેવડ કરવા માટે આવતા હોય છે, ત્યારે લોકોએ પોતે જ પોતાનું ધ્યાન રાખવુ જરૂરી જણાઈ રહયું છે. ગુજરાત સરકારની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન થાય, લોકો ફરજિયાત માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને વારંવાર સેનેટાઈઝર થી હાથ ધુવે તો આવનાર સમયમાં કોરોના થી બચી શકાશે, પરંતુ કોરોના બિલકુલ મટી ગયો હોય તેમ લોકો બેપરવા થઈને ફરી રહ્યા છે. અને નિષ્કાળજી રાખી રહ્યા છે. ત્યારે ગામના અમુક આગેવાનોનું કહેવું છે કે જે લોકો માસ્ક વગર જણાય તેઓને મસમોટો દંડ ફટકાર્યા બાદ તેનો કોરોના ટેસ્ટ કરવો જ જોઈએ, જેથી ટેસ્ટના ડર થી પણ લોકો માસ્ક પહેરશે તેવુ માનવું છે. નગરની દરેક જનતા માસ્ક પહેરે તે માટે જાગૃતિ લાવવી જરૂરી છે. લોકો જાગૃત થાય અને સરકારની ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરે તો જ કોરોના સામે જંગ જીતી શકાશે.
ફતેપુરાની બેંક ઓફ બરોડાને અને તેની આજુબાજુના વિસ્તારને ગ્રામ પંચાયત દ્વારા સેનેટાઈઝ કરવામાં આવી અને બેંકનું કામ કાજ આજ થી તા.૨૨/૧૧/૨૦૨૦ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.