PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા ગ્રામસભામાં અમુક મુદ્દાઓ અને ગ્રામ પંચાયતની કામગીરીના આક્ષેપોને લઈ ગ્રામજનો અને ગ્રામ પંચાયતના હોદ્દેદારો જોડે હોબાળો થયો હતો ગ્રામસભા દરેક વખતે મુદ્દાઓની નોંધણી એજન્ડા બુક માં કરવામાં આવે છે પરંતુ તેમાં એ વિષયોમાં એક પણ કામગીરી કરવામાં આવતી નથી મહિલા સભ્યો હાજર રહેતા નથી ડોર 2 ડોર કચરો ઉપાડનાર ગાડી સવારે સવારે ૦૬:૦૦ થી ૦૬:૩૦ ના ટાઈમે પાછલા પ્લોટમાંથી નીકળી જાય છે. સરપંચને જાણ કરવા છતાં કોઇ એક્શન લેવાતું નથી સવારે ૦૬:૩૦ એ તો અમુક ઘરના દરવાજા પણ ખુલતા નથી બીજું કે ડ્રાઇવરને પોતાનો ટ્રેક્ટર છે તેથી તે ચલાવવા માટે અને ભાડે ફેરવવા માટે આમ પહેલા ફેરી કરીને જતો રહે છે. તે તેનો ધંધો કરવા ગામમાં વેલી ફેરી કરી દે છે. – અમુક લોકો પાણીનો ખોટો બગાડ કરે છે અને પાણી વેસ્ટેજ જાય છે. – ફતેપુરા પાછલા પ્લોટમાં ગટરનું મિક્સ પાણી ગંદુ આપવામાં આવે છે. રજૂઆતો કરવા છતાં કોઇ એક્શન લેવાતું નથી પાઇપ ક્યાંથી લીકેજ છે. તે સમજાતું નથી તેવું સરપંચનું કહેવું છે. – પાણીના સ્ટોરેજ માટે સંપ બનાવેલો છે તેની કેપેસિટી ઓછી છે અને તે પાણી કૂવામાં નાખવામાં આવે છે. જેથી કૂવામાં વાવનું ગંદુ પાણી આવતા આ બંને પાણી ભેગું થાય છે અને સરકારની આ ભાણાસીમલની યોજનાના ધજાગરા ઉડે છે અને આ ગંદુ પાણી નળ વાટે ફતેપુરામાં આપવામાં આવે છે અને તેને લોકો પીવે છે જેથી ઘેર ઘેર બીમારીઓના ઘર થાય છે તાવ વાઇરલ ઇન્ફેક્શન જેવી બીમારીઓએ કાયમી ઘર કર્યા છે. ગામમાં સાર્વજનિક શૌચાલય એક પણ નથી જેથી બહારગામથી વેપાર અર્થે આવનાર મહિલાઓએ શરમ અનુભવી મોઢું ઢાંકી જ્યાં-ત્યાં સોચ ક્રિયા માટે બેસવું પડે છે આ બાબતે તંત્ર કેમ નિષ્ક્રિય છે જે એક વિચારવા જેવી બાબત છે ગ્રામજનોએ ગ્રામ પંચાયતની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે તેવી બાબતોને લઇ બોલાચાલી થઈ હતી અને ગાળાગાળી પણ થઈ હતી તેના કારણે પોલીસ પણ બોલાવી પડી હતી પોલીસ આવતાં મામલો થાળે પડયો હતો અને વધુ કોઈ મારા મારી જેવા બનાવ બન્યો ન હતો અને હાલ પંચાયતમાં બે વર્ષ દરમિયાન થયેલા કામો નો ભ્રષ્ટાચાર થયેલ છે તો રેકોર્ડ જપ્ત કરી તેને યોગ્ય તપાસ થાય તેવી ગ્રામજનો દ્વારા રજૂઆતો આપેલ આવેલ અધિકારી સામે કરવામાં આવી હતી ફતેપુરા ગામમાં સ્વચ્છતા અને વિકાસ અને ચોખ્ખું પાણી મળે તેવું ગ્રામજનો ઉપલા અધિકારીઓ ને વિનંતી પ્રાર્થના કરે છે તો શું આ ધ્યાન દોરવામાં આવશે અને યોગ્ય પગલા ભરાશે ખરા ?