PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઢઢેલામાં મરણ ગયેલ કેસમાં દખલગીરી ન કરવાની બાબતે ફરિયાદીના પતિને કુહાડી વડે મોઢા ઉપર અને પગે મારી બેભાન કરી દીધો. પોલીસ ચોપડે નોંધાયેલ ગુના રજી. નં. ૩૦/૨૦૧૯ ઈ.પી.કો. ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ફરિયાદી શાંતાબેન ઈનેશભાઈ પારગી રહે. ઢઢેલા અને આરોપી પાંચ (૧) પરવેશ તાજુ પારગી (૨) સુરેશ તાજુ પારગી, (૩) રાજુ તાજુ પારગી, (૪) બાબુ તાજુ પારગી, (૫) પોપટ તાજુ પારગી આ બધા જ રહે. ઢઢેલા નાઓએ ફરિયાદીના પતિ અને આ પાંચ આરોપીઓએ મરણ ગયેલ કડીયા કાળું પરગીના કેસમાં દાખલગીરી કરેલ છે તેમ કરી મારી નાખવાની જાનથી ધમકીઓ અને બંદૂકથી મારી નાખીશું ની ધમકીઓ આપી અને મોઢાના ભાગે અને બંને પગના ભાગે કુહાડી ની મુદર મારી જતા રહેલ છે.
THIS NEWS IS SPONSORED BY : RAHUL MOTOR
વધુ માહિતી મુજબ ફરિયાદી શાંતાબેન અને તેના પતિ ઘરકામ પરવારી ઘરના બહાર ઢાળીયામાં સૂતા હતા ત્યારે રાતના દોઢ વાગ્યાના ટાઇમે મારા પતિએ બૂમાબૂમ કરેલી કે મને મારી નાખ્યો જેથી હું જાગી જતાં આ પાંચ આરોપીઓ પરવેશ, રાજુ, સુરેશ, રાજુ, બાબુ અને પોપટ તાજુ પારગી આ બધા ભેગા મળી મારંમારી કરવા લાગ્યા હતા. તેમાં પરવેશે મોઢાના ભાગે ડાબી બાજુ કુહાડીની મુદ્દલ મારી દીધી છે અને બન્ને પગોમાં કુહાડીની મુદર મારેલી અને ગાળો બોલી અને કહેતા હતા કે હવે તો તમોને બંદૂક મારીને ને જ મારી નાખવાના છે. જો તમે કડિયા કાળું પરગી મરણ ગયેલ છે તેના કેસમાં દખલગીરી કરી છે તો તેમજ શાંતાબેનને પણ માથાના ભાગે અને શરીરે લાડીયો મારેલી અને મેં બૂમાબૂમ કરતાં મારુ ગળું પકડી પાડેલું અને મારા પતિ દિનેશ મરી ગયો, તેમ સમજી આ લોકો આજે તો તને જવા દઈએ છીએ તેમ કહી મારી નાંખવાની ધમકીઓ આપી જતા રહેલા. મેં બૂમાબૂમ કરતાં આજુબાજુના માણસો આવી ગયેલા અને 108ની મદદથી સરકારી દવાખાને લાવેલા ત્યાં પ્રાથમિક સારવાર કરી દાહોદ રીફર કરેલા સવારે મોઢાની ડાબી બાજુ અને બંને પગે ડોક્ટરોએ ઓપરેશન કરેલું અને મારા પતિ ને ઘરે લાવતા અમો ફરિયાદ કરવા આવેલ છે અને ઉપરના આરોપીઓ વિરોધ મારી કાયદેસરની ફરિયાદ છે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.