દાહોદ જિલના ફતેપુરા તાલુકાના ફતેપુરા ગામમાં પાછલા પ્લોટમાં રહેતા ફાલ્ગુનીબેન કલ્પેશભાઈ રાવળ દ્વારા ગ્રામ પંચાયત અને તાલુકાઓમાં ઘણીવાર રજૂઆતો કરવા છતાં તેઓને સરકારનો કોઈપણ જાતનો લાભ મળેલ નથી અને સત્તાધીશો દ્વારા કહેવામાં આવે છે તમોને સરકાર તરફથી લાભ મળી જશે પરંતુ હાલ સુધી આ બહેનને સરકારનો કોઇ પણ લાભ કે શૌચાલય પણ મળેલ નથી. હાલ તેઓના ઘરમાં ચોમાસામાં વરસાદ પણ અંદર પડે છે અને સાપ જેવા ઝેરી જાનવરો પણ નીકળી આવે છે અને મકાનની અંદર થી હાલત જોતા તેમાં રહી શકાય તેમ નથી. તેઓના નાના બાળકો માટે પ્લાસ્ટિકની ટાટપટ્ટી પાથરેલી છે અને ભોંય તળિયામાં કાયમી ભેજ રહે છે. જેથી બીમારીનું ઘર પણ કાયમ માટે રહે છે. જેથી આ બહેને હારી-થાકીને ગુજરાત સરકાર ગાંધીનગર અને જિલ્લા કલેકટરને લેખિતમાં જાણ કરેલ છે. આ બાબતે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે ખરી ? કે પછી આંખ આડા કાન કરી દેવામાં આવશે ? લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
દાહોદ જિલ્લાના ફતેપુરામાં વર્ષોથી રહેતા ગરીબ કુટુંબને સરકારના લાભોથી વંછિત
RELATED ARTICLES