PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથકમાં બાયપાસ રોડ ઉપર આવેલ તેમ જ માર્કેટયાર્ડમાં ગોડાઉનો આવેલા છે તેમાં 2 નંબરના ખાતરનો જથ્થો એમ.પી. અને રાજસ્થાનથી લાવીને વગર બિલનું માલ ખાલી કરી વેપારીઓને વહેંચવામાં આવે છે તેવી જાણકારી ખેતીવાડી અધિકારીને મળતા તેઓએ ફતેપુરા મામલતદાર અને પોલીસ સ્ટાફના જવાનો સાથે માર્કેટયાર્ડના ગોડાઉનમાં છાપો મારવામાં આવ્યો હતો જેમાં સલીમ સત્તાર સાથિયાના બાયપાસ ઉપર આવેલ છે તે ગોડાઉન નંબર ૧૪માં તપાસ કરતા વગર બિલના ખાતરનો જથ્થો ડી.એ.પી.ની ૨૨૦ ગુણ અને યુરીયા ખાતરની ૩૩૦ ગુણ મળી આવેલ હતી અને તેનું બિલ માંગતા આ તમામ માલનું બિલ ન હતું અને બાહ્યધરીમાં ક્યાંથી માલ મંગાવેલ છે તે જવાબ બરાબર મળેલ ન હતો જેથી અધિકારીઓએ ગોડાઉન સીલ કરેલ અને સાત દિવસમાં ડોક્યુમેન્ટ રજૂ કરવા માટે જણાવેલ હતું ઉપરોક્ત ખાતરની કુલ કિંમત ₹ ૩,૩૫,૨૧૪/- હતી.
વધુમાં આ બેનંબરના ખાતરના વેપારીને ત્યાં દરોડાનું કવરેજ કરવા ગયેલા પત્રકારોને વેપારી દ્વારા અહીંયાથી જતા રહો તેમ ઊંચા અવાજથી અને ગેરવર્તન કરી ધમકાવી દબાવવાની કોશિશ કરેલ હતી. આ વેપારી પોલીસ સાથે હોવા છતાં પણ પત્રકારો જોડે ગેરવ્યવહાર કરે તો શું સમજવું ? હજી આ વેપારીના બીજા ગોડાઉનો અધિકારીઓને મળેલ ન હતા અને તેની તપાસ ચાલુ રાખેલ છે.