ફતેપુરામાં આદિવાસીઓ દ્વારા ગાંધીનગર ખાતે રબારી-ભરવાડ અને ચારણને અપાયેલ ખોટા જાતિ અંગેના પ્રમાણપત્ર બાબતે વિરોધ નોંધાવ્યો હતો. વધુમાં તેઓનું કહેવું છે કે 1956ના રેસિડેન્સીયલ ઓર્ડરથી ગીર, બરડો અને આલોચના જંગલ વિસ્તારના નેસમાં રહેતા રબારી-ભરવાડ અને ચારણ જાતિઓનો અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવામાં આવેલ છે તે સિવાય બીજાને વિસ્તારમાં રહેતા રબારી-ભરવાડ અને ચારણ જાતિના લોકોને રાજ્ય સરકારે ફોટા પ્રમાણપત્રો આપેલ છે તે રદ કરવા અને તેઓના સામે કાર્યવાહી કરવી અને 2018માં અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર આપવા અને ખરાઈ કરવા કાયદો બનાવેલ પરંતુ નિયમો બનાવેલ નથી અને આ નેસ વિસ્તારના અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરેલ રબારી-ભરવાડ અને ચારણ જાતિ ને બક્ષીપંચમાં સરકારે સમાવેશ કરવા જોઈએ સરકારે જાતિ પ્રમાણપત્ર માટે કરવામાં આવેલ ગેરબંધારણીય અને ઠરાવો પરિપત્રો રદ કરવા જોઈએ આવી રીતે સાચા આદિવાસી સમાજ દ્વારા સરકાર પાસે વિનંતી સહ સરકાર કાર્યવાહી કરે અને અમારી માંગણીઓ સંતોષાય તે આશયથી અમોએ આજે મામલતદારને આવેદન આપી સરકાર સુધી પહોંચાડવા અમો આદિવાસી ભાઈઓની ભલામણ છે.
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરામાં આદિવાસીઓ દ્વારા ખોટા જાતિ પ્રમાણપત્ર બાબતે વિરોધ નોંધાવી મામલતદારને...