દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન રાખવામાં આવ્યું હતું. પંચાલ સમાજ ના ભાઈઓએ પાઘડીઓ બાંધી હતી. આ પૈકી શોભાયાત્રા મંદિરેથી લઈ મેઇન બજાર હોળી ચકલા થી પાછલા લોટમાં થી પુરા બજારમાં ફેરવવામાં આવી હતી. તેમાં વડીલો બાળકો બહેનો તેમજ સર્વે પંચાલ સમાજ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો. શોભાયાત્રા દરમિયાન નગરમાં રાસ દાંડિયાની રમઝટ સાથે ઝૂમતા ઝૂમતા શોભાયાત્રાની મજા માણી હતી અને પ્રસાદ પણ વહેેચવામાં આવ્યો શોભાયાત્રાની મજા માણી સર્વે પંચાલ સમાજ દ્વારા મંદિરે જઈ વિસર્જન કર્યું હતું.
દાહોદ જિલ્લાના ફતેપુરામાં વિશ્વકર્મા જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન
RELATED ARTICLES