દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં રોહિત સમાજ દ્વારા સંત શિરોમણી રોહિદાસ મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે રોહિત સમાજ દ્વારા કરોડિયા મંદિરે થી શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. તેમાં શોભાયાત્રામાં સર્વે રોહિત સમાજના બાળકો, વડીલો, બહેનો સર્વે જોડાયા હતા અને શોભાયાત્રા ફતેપુરા આખા નગરમાં ફેરવવામાં આવી હતી શોભાયાત્રામાં સર્વે ભાઈઓ-બહેનો ભક્તોએ વાગશે ગાજતે ભજન-કિર્તન કરતાં જઇ શોભાયાત્રામાં ફર્યા હતા અને તે દરમિયાન પુરા નગરમાં ચોકલેટોની વેહેંચણી કરી હતી અને અને શોભાયાત્રાની કરોડિયા મંદિરે જઈ અને વિસર્જન કરવામાં આવ્યું હતું અને મહા ભંડારાનું આયોજન સર્વે રોહીદાસ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરામાં સંત રોહિદાસ જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રાનું ભવ્ય આયોજન