PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાની ગ્રામ પંચાયત ઓફિસે પ્રોગ્રામ ઓફીસરની કચેરી તાલુકા પંચાયત દ્વારા મ.ન.રે.ગા. અંતર્ગત CDPO ની અધ્યક્ષતામાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ગ્રામસભામાં તલાટી, સરપંચ, સભ્યો અને ગ્રામજનો આવેલા હતા અને ગ્રામસભા નો સમય ચાર વાગ્યાનો રાખવામાં આવેલો હતો પરંતુ જેમની અધ્યક્ષતામાં ગ્રામસભા રાખવામાં આવેલ હતી તે CDPO ગ્રામસભામાં ન આવતા તેઓને ટેલિફોન કરી પૂછવામાં આવેલ તો CDPO એ કહ્યું કે મને કોઇ ગ્રામસભાની જાણ કરવામાં આવી નથી.
જેથી ગ્રામસભા માટે નવી તારીખ ગ્રામજનો દ્વારા માંગવામાં આવેલ હતી તેથી ગ્રામજનો ગ્રામસભાનો બહિષ્કાર કરી ચાલ્યા ગયા હતા.