દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડડિયા, બેંક ઓફ બરોડા તેમજ અન્ય બેંકો અને સરકારી ઓફિસોમાં BSNL બ્રોડ બેન્ડ ની કનેક્ટિવિટી ન મળતી નથી. આજકાલ વરસાદ વરસતા ખેડૂતો ખેતી કરવા માટે બિયારણ, ખાતર વગેરે જેવી વસ્તુઓ ખરીદવાની હોવાને કારણે પોતાના ઘરના અને ખેતીના કામકાજ છોડીને બેંકમાં નાણાં ઉપાડવા આવે છે. પરંતુ બેક વાળા કહે છે કે નેટ ની કનેટિવિટી જ છૂટી જાય છે અને નેટવર્ક ન મળતા બેંકમાં કામકાજ ઠપ્પ થઈ જવાથી ગામડાની ગરીબ પ્રજા પણ આખો દિવસ હેરાન થાય છે. ગામડાઓમાં ખેતીની કામગીરીઓ પણ ચાલે છે અને ખેડૂતો પાસે સમય પણ નથી તે આ બધું સાંજે કોણ ? આખો દિવસ તડકામાં બેેેકની બહાર ઉભા રહેવું, ઘરનું કામ ધંધો છોડવો અને સાંજે કામગીરી ન થતા વીલા મોઢે ઘરે જવુ.
ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે જ BSNL ના ટાવરના ધાંધિયા રહે છે અને નેટ બેન્કિંગ સેવાઓ પણ ઠપ રહે છે. BSNL ની નેટ કનેક્ટિવિટીમાં આ બાબતે કાયમી ધોરણે આવું જ બનતું હોય છે અને તે બાબતે લેખિત અને મૌખિક રજૂઆતો પણ કાયમ કરવામાં આવતી જ હોય છે તેમ છતાં BSNL ના અધિકારી જાણે કાનમાં તેલ નાખીને બેઠા હોય તેમ કોઈપણ પ્રકારનું નિરાકરણ લાવતા નથી. કેમ આ બાબતે તેઓ મૌન સેવે છે ? દેશમાં એક બાજુ સ્વદેશી અપનવોના નારા બોલવામાં આવે છે પણ BSNL જેવી સ્વદેશી કંપનીને લોકો અને બેંકો દ્વારા વાપરવું મુશ્કેલ બની રહ્યું છે. તો શું BSNL ના અધિકારીઓ કુંભકર્ણ ની નિંદ્રા માંથી જાગશે ખરા ? આજના જમાનામાં 4G કનેક્શન ચાલે છે ત્યાં BSNL 3G પર જ અટકેલું રહે તો ક્યાં સુધી લોકો તેનો ઉપાયોગ કરશે. હમણા થોડા દિવસ અગાઉ BSNL કંપનીએ 4G નેટવર્કની જાહેરાત કરી છે તો શું ખરેખર તે 4G નેટવર્કની કનેક્ટિવિટી ચાલશે ખરી ? હવે તો 5G આવવાની તૈયારી થઈ રહી છે ત્યાં BSNL કંપની હવે 4G કનેક્શન લઈને આવી રહી છે.
પરંતુ BSNL નેટવર્કની કનેક્ટિવિટી આ દરેક બેંકો માં અને સરકારી ઓફિસોમાં એક અઠવાડિયામાં ત્રણ ચાર દિવસ ચાલે અને અને ફરી પાછું બંધ થઈ જાય. કેમ બીજી પ્રાઇવેટ કંપનીઓના નેટવર્કમાં આવું નથી બનતું ? તે તો કાયમી ધોરણે ચાલુ જ રહે છે. તે એક કલાક માટે પણ નથી રહેતું અને BSNL ના નેટવર્કમાં જ આવું થાય છે. તેનું કારણ શું હોઈ શકે ? તે એક વિચારવા જેવો પ્રશ્નાર્થ ઉદ્દભવે છે. હાલના સંજોગોમાં લોકો એવું પણ કહેવા લાગ્યા છે કે BSNL એટલે ધક્કા ગાડી. સારી સર્વિસ આપવાથી જ લોકો ટકી રહે છે. જો સર્વિસ સારી ન મળે તો લોકો નેટવર્ક બદલી પણ શકે છે. માટે BSNL ના અધિકારીઓ, કર્મચારીઓએ આ વિચારવા જેવી બાબત થઈ પડે છે કે હવે આને ટકાવી રાખવા કરવું શું ?