દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં આજે તા.૧૩/૦૯/૨૦૨૦ ને રવિવારના રોજ મામલતદાર દ્વારા માસ્ક વગરના અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરામાં હાટ બજાર તો બંધ છે, પરંતુ જેઓ પોતાની જાતને મહાન સમજી અને મોઢા ઉપર માસ્ક રાખ્યા વગર ફરી પોતાને મહાન માણસ સમજી અને માસ્ક મોઢા પર બાંધતા નથી જેથી કરી સંક્રમણ વધી શકે છે. તેમજ અમુક દુકાનદારો દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જાણવા મળતા મામલતદાર એન.આર. પારગી દ્વારા તપાસ કરી માસ્ક વગર ફરનારાઓને અને વેપારીઓને દંડીત કર્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે ખૂબ જ દબાણથી કહેવામાં આવ્યું હતું તેમજ આ બાબતે આઠેક વ્યક્તિઓ દ્વારા માસ્ક પહેર્યા વગરનાઓને દંડ કરવામાં આવ્યો હતો.