- ફતેપુરા મલતદાર, સરપંચ અને ગ્રામજનો પહોંચી જતા ભૂ-માફીયાઓ JCB અને ટ્રેક્ટર લઈ ફરાર.
- સરકારી અધિકારી નો પાવર ચાલે છે કે ભૂમાફિયા ના પૈસા નો પાવર ?
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના તળાવ પર મધ્યરાત્રીના ૦૨:૦૦ વાગ્યાના અરસામા ભૂ-માફીયા ઓ દ્વારા તળાવની પાળનુ JCB મશીન અને ચાર થી પાંચ ટ્રેકટરો સાથે ગેરકાયદેસર ખોદકામ ચાલુ કર્યુ હોવાની જાણ થતા ફતેપુરા નગરના ગ્રામજનો તળાવની પાળ પર દોડી આવ્યા હતા, ગ્રામજનોને જોતાં જ ભૂ-માફીયાઓ JCB મશીન અને ટ્રેક્ટરો લઈને ઉભી પુછડીએ ભાગી છુટયા હતા, સમગ્ર ઘટનાની જાણ થતા ફતેપુરા સરપંચ કચરુભાઈ પ્રજાપતિ, ફતેપુરા મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા, સ્થાનિક તંત્ર ભૂ-માફીયાઓ સામે કાર્યવાહીમા વામણુ પુરવાર થતા ગ્રામજનોએ દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીને ફોન કર્યા હતા. ફતેપુરા નગરની સરકારી જમીનો પર છેલ્લા કેટલાક સમયથી ભૂ-માફીયાઓ દ્વારા ગેરકાયદેસર દબાણો કરવામા આવી રહ્યા છે, સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણો અને દુકાનો પણ મોટી રકમોથી વેચાણ થઈ ગઈ છે આને લઈને ભૂ-માફીયાઓ વિરુદ્ધ ગ્રામ પંચાયતના સભ્યો સહિત ગ્રામજનોએ સ્થાનિક ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, તાલુકાના અધિકારીઓ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને વારંવાર લેખિત ફરિયાદો, આવેદનો પ્રિન્ટ મીડિયામાં ન્યુઝ પ્રસારણ, સોશ્યલ મીડિયામા વાયરલ કરવા છતા ભૂ-માફીયાઓ વિરુદ્ધ કોઈ દાખલા રુપ કડક કાર્યવાહી નહી કરવામા આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે.
ફતેપુરાના નગરજનો આજે સરકારી જમીન પર ભૂ-માફીયાઓ દ્વારા કરવામા આવેલ દબાણો દુર કરવા દાહોદ જીલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરવાના હોવાનુ જાણવા મળી રહ્યુ છે. ફતેપુરા તાલુકામાં આજ સુધી કેટલીયે સરકારી જમીનો પર ભૂ-માફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. તેની રજૂઆત વારંવાર સરકારી બાબુઓને કરવામાં આવે છે, આ સરકારી બાબુઓ રજૂઆતને ધ્યાનમાં લીધા વગર ભૂ-માફિયાઓને આડેધડ સરકારી જમીન પચાવી પાડવામાં મદદરૂપ થઇ રહ્યા છે, ત્યારે ફતેપુરા નગરને અડીને આવેલા આ તળાવની પાળનુ ખોદકામ કરી સરકારી જમીન પોતાના સર્વે નંબરમાં બોલાવી બારોબાર વેચી દેવાનું કૌભાંડ અને જમીન માપણી કરાવવામાં પણ મેળ મિલાપ કરી ખોટી માપણીઓ કરાવવામાં આવે છે. આ બધા દબાણો માટે મામલતદારે ફરિયાદ કરવા TDO ને લેખિતમા આપેલ છે અને TDO એ પોલીસને ફરિયાદ માટે સર્કલ ઈંસ્પેક્ટરને જાણ કરી ફરિયાદ કરવા જણવેલ પરંતુ આ સામે ઠંડક પ્રસરી જવાથી કોઈ ફરિયાદ લેવામાં આવેલ નથી. તો હવે આ બાબતમાં જિલ્લા વહીવટી તંત્ર કોઈ એક્શન લેશે ખરું ? તે ગ્રામજનો દ્વારા ચર્ચાનો વિષય થઈ રહેલ છે. લોકોમાં ચર્ચાનો વિષય કે ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર અને ભૂ-માફિયાઓનો આતંક વધી ગયો છે. તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. લોકલ નેતાઓને જાણ કરવા છતાં પણ પબ્લિકને ન્યાય આપવા નથી આવતો.