દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવનારા આગામી તહેવારો હોળી ધુળેટીને ધ્યાનમાં રાખીને ફતેપુરા નગરમાં માર્ચ પાસ્ટ કરી પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. ફતેપુરા તાલુકો રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો છે, ત્યારે ફતેપુરા નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ગુનેગારોને મોકળું મેદાન ના મળે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી ફતેપુરા નગરના PSI સી. બી.બરંડા તેમજ તેમના સ્ટાફ દ્વારા ફતેપુરા બજારમાં ના વિસ્તારોમાં પેટ્રોલીંગ યોજવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લાના ફતેપુરામાં હોળી ધુળેટીના તહેવારોને લઈને પોલીસ દ્વારા માર્ચ પાસ્ટ કરી પેટ્રોલિંગ કરવામાં આવ્યુ
RELATED ARTICLES