Thursday, December 5, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરા પંચાયતમાં મોટા પ્રમાણમાં ભ્રસ્ટાચાર થયાની ફરિયાદ થતા વિકાસ કમિશ્નર...

દાહોદ જિલ્લાના ફતેપુરા પંચાયતમાં મોટા પ્રમાણમાં ભ્રસ્ટાચાર થયાની ફરિયાદ થતા વિકાસ કમિશ્નર દ્વારા તપાસ

વિકાસ કમિશ્નરએ લોકોને રુબરુ સાંભળી અરજદારોના પ્રશ્રોનો નિકાલ સ્થળ પર જ કર્યા.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાન પંચાયતના ICDS વિભાગના હોલમાં આજે તા.૧૪/૦૭/૨૦૨૦ ને મંગળવારના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર તપાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટનન્સનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. વિકાસ કમિશ્નર દ્વારા લોકોના કેસોની સુનાવણી કરી હતી. કાર્યક્રમમાં જીલ્લા ડેપ્યુટી D.D.O., D.R.D.A. નિયામક, ફતેપુરા T.D.O. સહિત અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો. તાલુકાના અન્ય ગામો જેવાકે  મારગાળા, વટલી, સલરા, ફતેપુરા, વાકાનેર, માધવા સહિત વિવિધ ગામોના લોકો કમિશનરને રજુઆત કરવા આવી પહોંચ્યા હતા. કમિશ્નરે લોકોના પ્રશ્નોનું નિરાકરણ કયુઁ હતુ. પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓએ આવાસના હપ્તા તેમજ આવાસ પૂર્ણ થયા હોવા છતાં પણ તેમના ખાતાઓમાં રુપિયા જમા થતા ન હોવાનો અને અન્ય લોકોના ખાતાંઓમાં રુપિયા ટ્રાન્સફર થતાં હોવાનો આરોપ લગાવ્યો હતો. સાચા લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસના રુપિયા ન મળતા કમિશ્નરે અધિકારી ઓને, તલાટીઓને ખખડાવી ટકોર કરી આવા લાભાર્થીને લાભ આપવા જણાવી આવા કિસ્સાઓમાં તપાસનો આદેશ કર્યો છે. તાલુકામાં મનરેગા યોજનામા થતાં કામોમાં રોજગારીના રુપિયા ન મળતા હોવાની રજુઆત પણ કરવામાં આવી હતી, અનેક અરજદારોએ પંચાયતોમાં થતાં ભષ્ટ્રાચારની રજૂઆત લૈખિત માં કરી તપાસની માંગણી કરી હતી. વિકાસ કમિશ્નરે આવા લોકોને પણ સાંભળી સાંત્વના આપી હતી.

વધુમાં ફતેપુરામાં પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું તે માટે પણ રજૂઆત કરવામાં આવી હતી અને પંચાયતનો ટાંકાની ક્ષમતા ઓછી હોવાથી વધુ ક્ષમતાવાળો ટાકો બનાવવા માટે વિકાસ કમિશ્નરને રજૂઆત કરાઇ હતી જેથી કરી ભાણાસીમલનું પાણી ડાયરેક્ટ ટાકામાં પડે અને ગામજનોને અપાય. હાલમાં ભાણાસીમલનું પાણી કૂવામાં પાડવામાં આવે છે અને તે પાણી પીવાલાયક ગણાતું નથી તે પાણી ગામમાં નળ વાટે ટાકામાં પાડી આપવામાં આવે છે, કુવાના પાણી ભેગુ વાવનું ગંદુ પાણી આવતા મેડીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવેલ કે આ પાણી પીવા લાયક નથી તેનું બોર્ડ પણ મારેલ છે.

કમિશ્નરના પ્રોગ્રામ માં દેવગઢ બારીયાથી પણ લોકો રજુઆત કરવા આવ્યા હતા. તેઓની પણ રજુઆત સાંભળી અરજી જવાબદાર અધિકારીને ફોરવર્ડ કરી હતી. આ કાર્યક્રમમાં કડક પોલીસ બદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને માસ્ક વગરનાઓને દંડ પણ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments