દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા – ગરાડું થી ઝાલોદ જતો રોડ જેમાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયેલ છે. જેથી કરીને મોટા ટાયર વાળા વહીકલને ઓછી તકલીફ પડે છે પરંતુ કાર-બાઈક રેકડા સ્કૂટર વિગેરે નાના વ્હીલવાળા વ્હીકલો ને ફતેપુરાથી ઝાલોદ જવા માટે બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમાં ઘણી ખરી વખતે ખાડા માંથી પસાર થતી વખતે બાઈક વાળા પડી પણ જાય છે. જેથી તેઓના હાથ-પગ પણ ભાગવાની શક્યતાઓ છે જેમાં અમુક બાઈક વાળાઓને આવી રીતના પડી જવાથી હાથમા ફ્રેક્ચર પણ થયેલ છે. જેથી કરી તંત્ર રોડની મરમ્મત કરાવે અથવા ખાડા પુરાવી સરખું કરાવે તેવી રજૂઆતો આવેલ છે.
દાહોદ જિલ્લાના ફતેપુરા – ઝાલોદ રોડની દયાનીય પરિસ્થિતિ, ઠેર ઠેર ખાડાઓએ ઘર કર્યું
RELATED ARTICLES