દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામમાંથી સગીરાનું અપહરણ થયું. ત્યારે ફતેપુરાના ઘુઘસ ગામમાં ફરિયાદી કમાભાઈ ગોપજીભાઈ પારગીને તેમના પડોશી દ્વારા મેસેજ મળેલા કે પોતાની છોકરીના ગાંગડ તલાઈમાં લગ્ન કરેલ. જેને ડિલિવરી માટે ગાંગડ તલાઈના સરકારી દવાખાનામાં ભરતી કરેલ છે તો તમો સાથે ચાલો જેથી છોકરીને ડીલીવરીના મેસેજ મળતા હું તથા મારા પડોશી રમેશભાઈ સવારના ગાંગડ તલાઈ જવા નીકળેલા ત્યારે મારા ઘરમાં મારી પત્ની, છોકરી અને છોકરાઓ સાથે હાજર હતા. અમો છોકરીને ડિલિવરી થઈ જતા સાંજના ઘરે આવેલા ત્યારે મારી પત્ની કાળીબેન કહેલ કે આપણી છોકરી સામાન લેવા માટે દુકાને ગઈ હતી અને હજી સુધી પાછી આવી નથી તો હું દુકાને ગયેલ પરંતુ મારી છોકરી ત્યાં જોવા મળેલ નહિ જેથી આજુબાજુના ઘરોમાં અને સંબંધોમાં શોધખોળ આદરી પરંતુ મળી આવેલ ન હતી. બીજા દિવસે છોકરીની તપાસ કરવા હું મારા સાઢુભાઈ કે જે રાજસ્થાનમાં ગડુલી ગામે ગયો ત્યારે મારા સાઢુભાઈ સુરેશભાઈએ વાત કરેલ કે તમારી છોકરીને અમારા ગામનો પ્રભુલાલ બાલુભાઇ મછાર ઘુઘસ આવી સગીરાને ભગાડી ગયેલ છે. એ વાત જાણતા મારા ગામના સરપંચ અને આગેવાનોને બનાવની વાત કરી. પ્રભુલાલને ઘરે જઈ સગીરાને સોંપવાનું કહેતા ત્યાંના સરપંચ વિગેરે બે દિવસનો સમય આપો અમો તમારી છોકરી પાછી સોંપી દઈશું. બે દિવસ પછી ફરી માણસો મોકલેલ પણ છોકરી સોપેલ નહિ. આમ અમારી સગીર વયની છોકરીને ભગાડી લઈ ગયા હોવાથી હું અને મારો ભત્રીજો ભરત વિગેરે ફરિયાદ કરવા આવેલ છીએ તો અમારી છોકરીને અપહરણ કરી વાલીપણામાંથી પત્ની તરીકે રાખવા માટે લઇ ગયેલ હોય અમારી કાયદેસરની ફરિયાદ કરેલ. તે બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે સગીરાનું અપહરણ થતા પોલીસ ફરિયાદ
RELATED ARTICLES