દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાંગડ ગામે ભાભોર ધુળાભાઈ બદાભાઈના ખુલ્લા કૂવામાં પાડો પડી જવાના સમાચાર મળતા દાહોદ જિલ્લા પ્રમુખ યોગેશભાઈ પારગી તેમજ વાગડ સરપંચ વિનોદભાઈ પારગી તેમજ માઘવા ગામના સરપંચ કમલેશભાઈ કટારા, વસંતભાઈ પારગી તેમ જ ગ્રામજનો દ્વારા ભેગા મળી ને પાડાને કૂવામાંથી બહાર કાઢવા માટે ભારે જહેમત કરવામાંં આવી. ત્યારબાદ ફતેપુરા પશુ દવાખાનામાં જાણ કરવામાં આવી હતી. ફતેપુરા પશુ દવાખાના નો સ્ટાફ તેમજ જંગલ ખાતાનો સ્ટાફ ઘટના સ્થળે આવી જતા દાહોદ જિલ્લા પ્રમુખ પારગી યોગેશભાઈએ ફતેપુરા મુકામે થી મુનાફભાઈ સીસોલીની ક્રેન મંગાવી હતી. ક્રેનની મદદથી પાડાને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. અબોલા પ્રાણીને કુવામાંથી બહાર કાઢી તેની સારવાર કરવામાં આવી હતી. તો ક્રેનના માલિકે એક પણ પૈસો લીધા વગર આ સેવા કાર્ય કર્યું હતું.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાંગડ ગામે ખુલ્લા કુવામાં પાડો પડી જતા રેસ્ક્યુ ટીમની મદદથી ભારે જહેમત બાદ નીકળવામાં આવ્યો
RELATED ARTICLES