દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના હાફવા ગામમાં હરિજન સમાજનું ફળિયું આવેલ છે અને આ ફળિયામાં અંદાજે ૩૦ થી ૩૫ મકાન આવેલા છે. જેમાં અંદાજે ૬૦૦ જેટલા હરિજન સમાજના લોકો રહે છે. પરંતુ આ ફળિયામાં પીવાના પાણી માટે ન તો કોઈ કૂવો છે ન તો કોઈ હેન્ડપમ્પ. વધુમાં આ હરિજન સમાજના લોકોને પીવાનું પાણી લેવા એક કિલોમીટર દૂર હાફવા બજાર સુધી લંબાવવું પડે છે. સમાજના અગ્રણી સનાભાઈ કડવાભાઈ દ્વારા ગામના સરપંચને પાણીની સમસ્યા બાબતે અનેકવાર મૌખિક અને લેખિત કહેવા છતાં આ બાબતે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી આવે છે તે સમયે જ ચૂંટણીમાં ઉભા રહેલ વ્યક્તિ દ્વારા લોકોને મદદ કરવાના વાયદા કરવામાં આવે છે પરંતુ જેવી ચૂંટણી પુરી થાય કે તરત કેવા વાયદા અને કેવી વાત. તેવી જ રીતે આ હરિજન સમાજના લોકોની સમસ્યાઓનો ઉકેલ ક્યારે આવશે તે હવે જોવાનું રહ્યું. શું તંત્ર આ બાબતે કોઈ પગલાં ભરશે ખરું ? આ કાળઝાળ ગરમીમાં હરિજન સમાજની પાણીની સમસ્યાનો અંત આવશે ખરો ? કે પછી ગ્રામ પંચાયત અને તંત્ર આંખ આડા કાન કરી દેશે ? એવું લોકમુખે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના હાફવાના હરિજન સમાજને પીવાના પાણી માટે ૧ કિ.મી....