રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં“સ્વચ્છતા હી સેવા” અભિયાન હેઠળ“સ્વચ્છ ગુજરાત ઝુંબેશ”હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે દાહોદ જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. હાલ જિલ્લામાં સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડુંગરા ગ્રામ પંચાયત ખાતે “સ્વચ્છતા હી સેવા” કચેરીઓની ઓફિસ સ્ટાફ દ્વારા સફાઈ અને રેકર્ડ વર્ગીકરણની કામગીરી કરવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં વેગવંતી બની રહેલી સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્રની સાથે નાગરિકો પણ હરખભેર સહભાગીતા નોંધાવી રહ્યા છે. તમામ ગામો સ્વચ્છતા માટે જાગૃત બનીને પંચાયત ઘર, આંગણવાડી કેન્દ્ર, આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, સહકારી મંડળી સહિત જાહેર માર્ગોની સફાઈ કરીને લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવી રહ્યાં છે.