ફતેપુરા તાલુકાના જગોલાના ગામનાં તળાવમાં બારસાલેડા ગામના યુવાનની લાશ મળતા લોકો આચાર્ય ચકિત બન્યા હતા
ફતેપુરા તાલુકાના જગોલા તળાવમાં કોઈ અજાણ્યા ઇસમની લાસ તરે છે તેવું આજુબાજુના લોકોને જોવાતા આજુબાજુના લોકોએ તાત્કાલિક ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી પોલીસને જાણ થતા પોલીસ સ્ટેશનના સ્ટાફ જગોલા તળાવ પર પહોંચી ગયા હતા ત્યા સ્થાનિક લોકો ની મદદથી લાશને બહાર કાઢી જોતાં મરનાર વ્યક્તિ બારસાલેડા ગામના વતની અને હાલ ફતેપુરા નગરમાં હનુમાનજી ટેકરી વિસ્તારમાં રહેતા મંગળાભાઈ ઉદાભાઈ કટારા ના પુત્ર વૈભવ કુમાર મંગળાભાઈ કટારાની છે તેવું જણાતા પોલીસે તેમના પરિવારનો સંપર્ક કરીને લાશનો કબજો મેળવી પી.એમ અર્થે ફતેપુરા સરકારી દવાખાને મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.