દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા ગામમાં નાના ભાઈને બચાવવા જતા મોટો ભાઈ પણ ડુબ્યો. ઘરની આગળ મકાન બનાવવા ખોદેલ ખાડામાં ગત બે દિવસ પહેલા પડેલા વરસાદી પાણી ભરાયેલું હતુ. તેમાં નાનો ભાઈ આ પાણી ભરેલા ખાડામાં પડતા મોટો ભાઈ તેને બચાવવા તે ખાડામાં કુદયો તો તે અને તેનો નાનો ભાઈ બંને જણા પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. નાનો ભાઈ ધો. – ૨ માં અને મોટો ભાઈ ધો. – ૫ માં અભ્યાસ કરતા હતા. નાના ભાઈની ઉમર ૭ વર્ષની અને મોટા ભાઈની ઉમર ૯ વર્ષની હતી. આ બંને ભાઈઓની માતા ખેતરમાં કામ કરવા ગયેલ હોઈ તથા ઘરે કોઈ પણ ન હોઈ બની ઘટના.ત્રણ ભાઈઓમાથી બે ના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા ગામનો બનાવ : ઘરની આગળ રમતા બે બાળકો ખાડામા પડતાં મોત
RELATED ARTICLES