- ગોધરા ડિવિઝનના વિજિલન્સ અધિકારી દ્વારા બસને લીલીઝંડી આપી રવાના કરવામા આવી.
- મુસાફરોની માંગણીઓને ધ્યાનમાં લઈ બસ શરુ કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા બસ સ્ટેશન બન્યા પછી ઘણી નવી બસો ચાલુ થઈ છે, ત્યારે ગત તા.૨૧/૧૧/૨૦૨૦ ને શનિવાર ના રોજ એક નવી બસ ચાલુ કરાતા મુસાફરોમાં આનંદ છવાયો હતો. મુસાફરોની ઘણા લાંબા સમયની માંગણીને ધ્યાનમાં રાખીને ફતેપુરા થી જોડીયા જતી નવી બસ ચાલુ થતાં બસમા મુસાફરી કરતા મુસાફરો સરળતા થી મુસાફરી કરી શકશે. બસ સાંજના 17:20 (05:20) વાગ્યે ફતેપુરા થી ઉપડશે. ફતેપુરા – જોડીયા બસ શરૂ થતા જ બસમાં પાંત્રીસ જેટલા મુસાફરો બેઠા હતા. આ બસ વાયાં ગોધરા, ડાકોર, નડિયાદ, બગોદરા, લીંબડી, રાજકોટ, ધ્રોલ થઈને વહેલી સવારમાં 05:05 વાગ્યે જોડિયા પહોંચશે. ગોધરા ડિવિઝનની અને ઝાલોદ ડેપોના એસટી વિજિલન્સ અધિકારી સુરેશભાઈ પારગી દ્વારા બસને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી. બસ ને રવાના કરતા પહેલા શ્રીફળ અને મીઠાઇ વહેંચીને મુસાફરોને બસમાં બેસાડવામાં આવ્યા હતા. રાજ્ય સરકારની ગાઈડ લાઇન મુજબ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સમગ્ર બસને પહેલા સેનેટાઈઝ કરવામાં આવી હતી. અને ત્યારબાદ મુસાફરો ને પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને બસમાં બેસાડવામાં આવ્યા હતા. તે સમયે એસ.ટી. બસના ડ્રાઇવર જાલમભાઈ ડામોર અને કંડક્ટર ગમનાભાઈ દ્વારા મુસાફરોને તેમની રિઝર્વેશન ટિકિટના નંબર પ્રમાણે બેસાડવાની વ્યવસ્થા કરી હતી.