PRAVIN KALAL – FATEPURA
ફતેપુરા તાલુકાના બલૈયા ગામે મેઈન બજારમાં અલ્પેશકુમાર પૂનમચંદ કલાલને ત્યાં રાત્રિના દોઢેક વાગ્યાના ટાઈમે પાછળના વાડાના ભાગે દરવાજો ખખડવાનો અવાજ થતાં ઘરના જાગી ગયેલા અને દરવાજો ખોલતા અંદર માણસો ઘસી આવેલા અને અલ્પેશભાઈની મમ્મીને પાડી દઈ દરધા પાટુનો માર મારી તમારી પાસે જે કઈ રકમ હોય તે કાઢી આપો કહી સોનાની ચેઇન કાનના જુમર, હાથની બંગડી-પાટલા બધી જ રકમ કાઢી લીધી અને તેમના પપ્પા પૂનમચંદભાઈને પણ નીચે પાડી દઈ મોઢામાં ડૂચો મારી ગડદાપાટુનો મારમારી સોનાની ચેન, સોનાની વીંટી કાઢી લીધા હતા અને દાદી કમળાબેનના ગળામાંથી સોનાની ચેન કાઢી લીધી હતી અને અલ્પેશભાઈને પણ માર મારી હતી અને તેમનું કહેવું હતું કે અમારા બધાને એક જાણ લાકડીથી મારતો હતો અને એક જણ તમંચો મૂકી મારી પાસેથી વીંટી ચેન કાઢી લીધા હતા અને મને તમાચાના પાછળના ભાગેથી મારેલ અને તમંચો બતાવી તિજોરીની ચાવી માંગી લઈએ તેમાંથી ૧ લાખ ૮૫ હજારની રકમ કાઢી લીધી હતી અને તેઓ પાછા દરવાજાથી જતા જતા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું તેઓ આશરે ૩૦ થી ૩૫ વર્ષની ઉંમરના જણાતા હતા અને ગુજરાતી ભાષામાં બોલતા હતા બુમાબુમ થતાં આજુબાજુના માણસો દોડી આવેલા અને અમોને સારવાર અર્થે લઈ ગયેલા અને સારવાર કરી અમોએ ફરિયાદ આપી હતી આમ રોકડ રકમ તેમજ અંદાજિત ૧૩ તોલા સોનાના દાગીના સહિત પ લાખ ૩૫ હઝારની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલા હતા
બીજીબાજુ ફતેપુરા હનુમાન ટેકરી હનુમાન મંદિરના સામે આવેલ સોસાયટીમાં પણ રાત્રી દરમિયાન ત્રણ મકાનોના તાળા તુટ્યા હતા અને ચોરી થઈ હતી તેમાં રકમની કોઇ સ્પષ્ટતા જણાઇ આવેલ નથી આમ ચોરલોકો વધુ તરખાટ મચાવી રહ્યાનું જાણવા મળી રહ્યું હતું અને વધુ તપાસ PSI રાઠવા ચલાવી રહ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.