ફતેપુરા નગરમાં અંબાજી માતા ગરબા મહોત્સવ
નવરાત્રીના ગરબા એ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકે જાણીતી છે. આ નૃત્ય દ્વારા અંબા, મહાકાળી, ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છે. આ ભારતના સૌથી જાણીતા તહેવારોમાંનો એક છે.
ફતેપુરામાં નવરાત્રીના નવે નવ દિવસ નાના બાળકો થી લઇ વડીલો માતા બહેનો વિગેરે નવરાત્રીના ગરબા રમવા માટે માતાજી મંદીર એકઠા થઈ ડીજેના તાલ સાથે ગરબા રમાય છે અને તેમાં વ્યવસ્થાપકો દ્વારા કોઈ નાસ્તો અને પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.
નવરાત્રીમાં જ્યોત પ્રગટાવી દીવા તરીકે પૂજાતો ગરબો
ગરબો શબ્દનો મૂળ અર્થ થાય છે – કાણાવાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીની પૂજામાં મુકવામાં આવે છે. ભય અને રક્ષાભાવમાંથી આદિમાનવ પૂજા કે ધર્મ તરફ વળ્યો ત્યારે એ ધર્મ કે રક્ષાભાવ એણે બલિદાન, નાદ અને નર્તન રૂપે જ વ્યક્ત કર્યો. ગરબો સર્વાંશે ધર્મનું પ્રતિક છે. ગરબા સાથે શક્તિની પૂજા, શક્તિનું મહાત્મ્ય જોડાયેલું છે. નવરાત્રીનો ગરબા ઉત્સવ એ શક્તિપૂજાનો જ ઉત્સવ છે.