દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના P.S.I. સી.બી. બરંડાને ઉપલા અધિકારીઓ દ્વારા મળેલ સૂચનાના આધારે પશુઓની હેરાફેરી અને કતલખાને લઇ જવાતા પશુઓને રોકવા આપેલ સુચનાના આધારે પશુઓની થતી ગેરકાયદેસર હેરાફેરી રોકવા પોલીસ સતર્ક બની હતી. આજે તા.૦૨/૦૮/૨૦૨૧ ને સોમવારના રોજ ફતેપુરા P.S.I. સી.બી.બરંડાનાઓ તથા મુકેશકુમાર ઉદેસિંહ અ.હે.કો. બ.નં.૧૭૩૧, અ.પો.કો. કલ્પેશકુમાર ડાયાભાઈ બ.નં. ૧૨૩૦, જીતેન્દ્રભાઈ ચુનીયાભાઇ આ.પો.કો. બ.નં.૩૬૬, તથા વિજુભાઇ સુભાષભાઇ અ.પો કો.બ.નં. ૧૧૬૪, એ રીતેના પોલીસ સ્ટાફના માણસો સાથે ફતેપુરા પો.સ્ટે.માં હાજર હોય તેવામાં P.S.I.. સી.બી બરંડા નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે માધવા ગામ તરફથી ફતેપુરા ગામવાળા રસ્તે થઇ રાજસ્થાન તરફ એક બોલેરો પીકઅપ ડાલુ ભેંસ (પાડીઓ) ભરી રાજસ્થાન મુકામે કતલ કરવા લઇ જનાર છે અને પીક બોલેરાનો નંબર RJ-03 GA-5485 નો છે, જે બાતમી આધારે વલુન્ડા તરગોળા ચોકડી જોતા એક ડ્રાઇવર તથા તેની બાજુમા બીજા બે ઇસમો બેઠેલ હોય અને પીકઅપ ડાલામા જોતા પાછળના ભાગે લાકડાના બે પાટીયા આડા મારેલ હોય જે ખસાવીને જોતા તેમા ભેંસ (પાડીઓ) ભરેલ હોય જે ગણી જોતા કુલ દસ ભેંસ (પાડીઓ) ભરેલ હોય અને સદર ભેંસ (પાડીઓને) પગે તથા મોઢે દોરડા બાંધી ખીચોખીચ ભરેલા છે અને પીકઅપ ડાલામા ભેંસોને (પાડીઓ) પીવડાવવાનું પાણી તેમજ ધાસ ચારો પણ રાખેલ ન હોઈ અને કતલ કરવાને ઇરાદે કતલખાને લઇ જવાના ઇરાદે ભેંસોને (પાડીઓ) ભરીને જતા હતા. જે પકડાઈ ગયા હતા. કુલ દસ ભેંસ (પાડીઓ) ની કિ.₹.૧૫ooo/- તથા બોલેરો પીકઅપ ડાલાની કિંમત ₹.૨,૫૦,૦૦૦/- ગણી કુલ કિંમત ₹.૨,૬૫,૦૦૦/- ના મુદામાલનું સાથે આરોપી (૧) પંકજભાઇ વેલજીભાઈ જાતે થોરી ઉ.વ. ૨૪ રહે. નાલપાડા તા અરયંકા જી.બાસવાડા (૨) કચરાભાઇ મોહનભાઇ જાતે.થોરી ઉ.વ.૨૩ રહે.માધવાના ફતેપુરા, દાહોદનાઓને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની આ કામગીરી વખાણવા લાયક છે. કે જેમને આ ગૌવંશોને કતલખાને લઈ જતા બચાવી લેવામાં સફળતા મળેલ.
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસે કતલખાને લઇ જવાતા પશુઓને બચાવી લેવામાં મળેલ સફળતા