PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના P.S.I. હાર્દિક દેસાઈ સાહેબનાઓના તાબા હેઠળના પોલીસ સ્ટેશનમાં દરેક જાતના ફળફળાદી, આંબા, લીમડા, ગુલમોહર જેવા કુલ ૧૦૧ (એકસો એક) વૃક્ષોનું રોપણ કારવામાં આવ્યું હતું. આ વૃક્ષોના છોડને ઢોર અને સુવરોના ત્રાસથી બચાવવા સિમેન્ટની થાંભલીઓ રોપાવી અને તારની જાળીઓ ફીટીંગ કરાવી હતી. જેથી કરી વૃક્ષોના રોપઓને કોઈ પ્રાણીઓ અંદર જઈને ખાઈ ન શકે અને નુકસાન ન પહોંચાડી શકે તેવી રીતે જાળીયો ફિટીંગ કરવામાં આવી હતી.
વધુમાં ફતેપુરામાં નાઈટ પેટ્રોલીંગ અને P.S.I. હાર્દિક દેસાઈ સાહેબની સારી કામગીરી થી ફતેપુરામાં બાઈક ચોરીઓ અને ઘરફોડ ચોરીઓના બનાવ ઓછા થાય હોય તેમ જણાઈ રહ્યું છે. તેના લીધે પ્રજાજનોમાં શાંતિ જળવાઈ રહી છે તેવું લાગી રહ્યું છે. અને ટ્રાફિકમાં બાબતમાં પણ સુધારો થયેલ છે પરંતુ દિવસ દરમિયાન બજારની અંદર અમુક વેપારીઓ દ્વારા ગાડીઓ તથા રેકડા માલ ભરવા માટે ઊભી કરાવી ટ્રાફિક જાણી જોઈને ઊભો કરવામાં આવે છે. તે બાબતે તેમને લોકોને જાગૃત રહેવા પણ જણાવ્યું છે.