દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના મુખ્ય બજારમાં રહેતા અને કાપડનો ધંધો કરતા રવીન્દ્રકુમાર રમણલાલ શાહને શરદી, ખાસી અને તાવના લક્ષણો જોવાતા પ્રાઇવેટ દવાખાનામાં તપાસ કરાવતા વધુ સારવારની જરૂર પડતા બરોડા ગોત્રી હોસ્પિટલમાં સારવાર લેવા ગયા હતા, ત્યાં તપાસ કરતાં કોરોના વાયરસનો રિપોર્ટ કઢાવતા તે પોઝીટીવ આવતા તાત્કાલિક તેમને દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો રિપોર્ટ આવતા ફતેપુરાના મુખ્ય બજારમાં લોકોમાં ગભરાહટ ફેલાઇ ગઇ હતી. રવિન્દ્રભાઈ કોને કોને મળ્યા ? ક્યાં ક્યાં ગયા ? અને તેમની ટ્રાવેલિંગ હિસ્ટ્રીની વધુ તપાસથી બાકીના લોકોને હોમ ક્વોરાન્ટાઈન કરવાની તજવીજ આરોગ્ય વિભાગે હાથ ધરી છે અને તાત્કાલિક ફતેપુરા મુખ્ય બજાર વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી બંને સાઈટ પતરા મારી કન્ટેઈનમેન્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
ફતેપુરામાં કેસ પોઝિટિવ આવતા લોકોમાં ગભરાટ ફેલાઇ જવા પામી હતી અને તેમને ત્યાં કામ કરતા બંને વ્યકિતઓને તેમના વિસ્તારમાં હોમ 14 દિવાસ માટે હોમ ક્વોરાન્ટાઈન કરી તેમને ઘરની બહાર ન નીકળવા માટેની સલાહ પણ આપી હતી. મહત્વની વાત તો એ છે કે તેમનો જલારામ કાપડ દુકાનમા તેમને ત્યાં કાપડની ખરીદી માટે કોણ કોણ આવ્યું હતું એ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરી તેમના કોન્ટેક્ટનું ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે.