THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ધારાસભ્ય શૈલેષ ભાભોર દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લીમખેડા સામુહિક આરોગ્ય કેન્દ્રને અંદાજે 19 લાખ જેટલી રકમની અત્યંત આધુનિક સુવિધાયુક્ત ICU સાથેની એમ્બ્યુલન્સ આપવામાં આવી. લીમખેડા તાલુકા ધારાસભ્ય શૈલેષ ભાભોર તથા વહીવટી વિભાગના સહયોગ થી લીમખેડા વિસ્તારના દર્દીઓ માટે અત્યંત સુવિધાયુક્ત એમ્બ્યુલન્સ આજે તા. ૧૭/૦૭/૨૦૨૧ ને શનિવારના રોજ દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શૈલેષ ભાભોર, તાલુકા પ્રમુખ, જિલ્લા ઉપપ્રમુખ, તાલુકા સભ્યો તથા કાર્યકર્તાઓની ઉપસ્થિતમાં એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે આરોગ્ય વિભાગના ડોકટર તથા સ્ટાફ હાજર રહ્યો હતો